A large amount of country sorghum was planted in Walia talika amb – News18 Gujarati
ભૂંડનો ત્રાસ વધારે હોવાથી ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઓછું કર્યું
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડવાડા ગામના ખેડૂત આશિષ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી દેશી જુવારની ખેતી કરે છે. ગત વર્ષે 175 મણ દેશી જુવારનો પાક થયો હતો. પરંતુ દેશી જુવારમાં ભૂંડનો ત્રાસ વધારે હોવાથી ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઓછું કર્યું છે. તેઓ જુવારનું કડબનું વાવેતર કરે છે. આ કડબ તબેલા વાળા ચારા માટે લઈ જાય છે. એક પુડાના આઠથી દસ રૂપિયા મળે છે.
દોડવાડા ગામમાં દેશી જુવારનો પાક મબલખ પ્રમાણમાં
તમારા શહેરમાંથી (સુરત)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડવાડા ગામમાં દેશી જુવારનો પાક મબલખ પ્રમાણમાં થાય છે. 10 મહિનામાં જુવારનું વાવેતર થઈ જાય છે.
સુકી જુવાર હવામાનથી પાકે છે, તેઓ ચાર વિઘા જમીનમાં 15 કિલો જુવારનું વાવેતર કરે છે અને ઉત્પાદન 5થી વધુ ક્વિન્ટલ થાય છે. જુવારની ખેતીમાં ફાયદો થતો હોવાનું ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું.
જુવારના વેચાણ માટે બહાર જવું નથી પડતું
ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું કે, દેશી જુવાર કર્યા બાદ ઘરેથી જ વેચાઈ જાયછે. તેઓને તેના વેચાણ અર્થે બહાર માર્કેટમાં જવું પડતું નથી. લોકો હાંસોટ તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથીની ખરીદી માટે આવે છે.
વરસાદ વધારે પડવાના કારણે જુવારનું વાવેતર પાછળ ગયું
ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં 400 એકર જમીનમાં જુવારનું વાવેતર થાય છે. જુવારનો રોટલો સારો બને છે. રાત્રે બનાવેલ જુવારનો રોટલો સવારે પણ એવો જ હોય છે. જુવાર વેચવા માટે માર્કેટમાં જવું પડતું નથી. સંબંધીઓમાં જ જુવારનું વેચાણ થઈ જાય છે.
લોકો ઘરે આવીને જ જુવાર ખરીદી જાય છે. આ વર્ષે વરસાદ વધારે પડવાના કારણે જુવારનું વાવેતર પાછળ ગયું અને તેના પગલે જુવાર ઓછી જોવા મળી રહી છે. પાકને પોષણ મળી ન રહેતા આ વર્ષે જુવાર ઓછી છે. તેમજ ભૂંડના ત્રાસના કારણે પણ જુવારનું વાવેતર ઓછુ કર્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Farmer in Gujarat, Local 18
Post a Comment