A rare cow-dung beetle was spotted in the Kangsa revenue area – News18 Gujarati

Abhishek Gondaliya. Amreli: ધારી ગીર વિસ્તારની અંદર દલખાણીયા રેન્જમાં એક ઘોરખોદિયું જોવા મળ્યું હતું ઘોરખોદિયું બેઠી દોડનું પ્રાણી ગણવામાં આવે છે ઉપરનો અડધો ભાગ સફેદ તથા નીચેનો ભાગ કાળો હોય છે મોટાભાગે જંગલ વિસ્તારની અંદર જોવા મળે છે નદીની કોતરો તથા ખડકાળ વિસ્તારમાં વધુ જોવા મળે છે.

ઘોરખોદિયું કટોકટીની સ્થિતિમાં તે મરી ગયેલું હોય તેવો ડોળ કરે છે

આજરોજ ગિરધારી ડિવિઝનના દલખાણીયા રેન્જ પાસે રેવન્યુ વિસ્તારમાં જોવા મળ્યું હતું ઘોરખોદિયુ કાંસા નજીક દુર્લભ જણાતું ઘોરખોદિયું જોવા મળ્યું હતું વન વિભાગ પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે બે નર સિંહ સાથે તકરાર થયેલી હતી જેથી ઇજાગ્રસ્ત થયું હતું. તપાસ કરતા પગમાં અને પીઠના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી જેથી વન વિભાગ દ્વારા સારવાર અર્થે જસાધાર વન્ય પ્રાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

પશ્ચિમ ઘાટ તેમજ ભારત અને ઉચ્ચ હિમાલય સિવાય સમગ્ર ભારતમાં ઘોરખોદિયું જોવા મળે છે ગુજરાતમાં રણ વિસ્તાર સિવાયના મોટા ભાગોમાં તેનો વ્યાપ છે સમગ્ર ગીરમાં પણ તેનો વ્યાપ જોવા મળે છે.

આખો દિવસ બખોલ અથવા દરમાં રહેતું હોવાથી તે જોવા મળતું નથી શરમાળ પ્રકૃતિનો હોવા છતાં ભય જણાય તો આક્રમક બને ઘુરારાટી કરે છે. સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીની સામે થવામાં પીછે હટ કરતું નથી અને આક્રમક રીતે આગળ વધે છે કટોકટીની સ્થિતિમાં તે મરી ગયેલું હોય તેવો ડોળ કરે છે જેથી તેની આગવી વિશેષતા છે

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Animal, Local 18

أحدث أقدم