Thursday, January 19, 2023

ચાઇના મોકલાતી માછલીની કોરોના બાદ નેપાળ, બાંગ્લાદેશ, કંબોડિયા સહિતના દેશોમાં નિકાસ વધી | After corona, the export of fish sent to China to countries including Nepal, Bangladesh, Cambodia increased

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/orig_22_1674089544.jpg

વેરાવળ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 100 જેટલી એક્સ્પોર્ટ કંપનીઓમાંથી પિપાવાવ અને મુદ્રાથી થાય છે કરોડોનું એકસપોર્ટ
  • વેરાવળથી મોટાભાગે એકસપોર્ટ પિપાવાવ અને મુદ્રા બંદરથી થાય છે તેના છેલ્લા ત્રણ વર્ષના અંદાજીત આંકડા

તુલસી કારીયા
વેરાવળ એટલે 5000 ફિશીંગ બોટ,100થી વધુ એકસપોર્ટ કંપની અને ફિશ માર્કેટ ધરાવતું ફિશરીઝ ઉદ્યોગ માટેનું હબ,જે હજારો પરિવારને રોજીરોટી આપે છે અને દેશને કરોડોનું હૂંડિયામણ કમાઈ આપે છે. કોરોના, તાઉતે વાવાઝોડા તેમજ સૌથી જરૂરી બંદરનો વિકાસ ન થવાને લીધે એક સમયના મુખ્ય એવા બંદર તરીકે ગણાતા વેરાવળ બંદરના માછીમારોની હાલત ખૂબ જ કફોડી બની છે.જેના પરિણામે ફિશીંગ પણ ઓછી થાય છે અને ફિશીંગ ઓછી થાય તો બજારમાં સી ફૂડ ઓછું આવે ,સી ફૂડ ઓછું આવે તો તેની અસર એકસપોર્ટમાં પણ જોવા મળે છે.

તાજેતરમાં વેરાવળ બંદરને વિકસાવવાનું કામ શરૂ થયું છે.વેરાવળ બંદરનો વિકાસ થશે તો અંદાજે 5000 બોટને લાંગરવા માટે યોગ્ય જગ્યા મળી રહેશે, સુવિધાઓ પૂરતી મળી રહેશે.જેના પરીણામે ફિશીંગ પણ સારી થઈ શકશે.જો ફિશીંગ સારી થાય તો કંપનીમાં પણ સી ફૂડ સારા પ્રમાણમાં મળી શકે અને તે એકસપોર્ટ પણ થઈ શકે.જેથી આ બંદરોના વિકાસ કામ વહેલી તકે કરવામાં આવે તો સ્થાનિકની સાથે સાથે દેશના વિકાસમાં પણ ફાયદો થઈ શકે. આ વિગત ધ મરીન પ્રોડક્ટસ એક્ષપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી પાસેથી મળી હતી.

કઈ રીતે ફિશ પ્રોડક્ટ એકસપોર્ટ થાય છે અને કેટલો ટ્રાન્સપોર્ટ ખર્ચ થાય છે
વેરાવળથી સી ફૂડ મોટા ભાગે કન્ટેનર મારફત મુદ્રા , પીપાવાવ અથવા કંડલા પોર્ટ પરથી એકસપોર્ટ કરવામાં આવે છે. એક કન્ટેનર જે અંદાજે 25 થી 27 ટનનું હોઈ છે તેને પીપાવાવ પહોચાડવા માટે 22 હજાર જેટલી રકમ ચૂકવવામાં આવે છે.એટલે કે એક કિલો દીઠ 80 પૈસા થી 1 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.ઉપરાંત તેના ટેમ્પ્રેચરની પણ જાળવણી કરવી પડે છે. ફ્રેશ ફિશનો અન્ય દેશોમાં એકસપોર્ટ કરવા માટે અમદાવાદથી હવાઈ માર્ગનો સહારો લે છે.

છેલ્લા 2 વર્ષથી ડીઝલના સતત ભાવ વધારા અને ઉત્પાદનોના ભાવ ઘટવાથી બમણો માર
છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી, કુદરતી આફતો, રશિયા – યુક્રેન યુદ્ધના કારણે ઉત્પાદનોના સતત ભાવ ઘટયા છે તો બીજી બાજુ ડીઝલના સતત ભાવ વધ્યા છે જેથી માછીમારોને બમણો માર પડ્યો છે.

માછીમારો સાથે સંકળાયેલ અન્ય ઉદ્યોગો
} સામાન્ય રીતે જ્યારે બોટ ફિશીંગ કરવા જાય તો સૌ પ્રથમ તેના માટે ટંડેલ અને ખલાસીઓ એટલેકે મેનપાવરની જરૂર પડે ત્યાર બાદ ડીઝલ, બરફ, માછીમારી માટેના સાધનોની જરૂર પડે છે.જેનાથી અન્ય ધંધાર્થીઓને પણ ફાયદો થાય છે.ઉપરાંત એકસપોર્ટ કંપનીમાં મોટા પ્રમાણમાં મહિલાઓને પણ રોજગારી મળી રહે છે તેમજ ટ્રાન્સપોર્ટિંગ માટે નાના વેહિકલ જેવા કે છકડો, મેટાડોર અને અન્ય મોટા વાહનધારકોને રોજગારી મળી રહે છે તેમજ એકસપોર્ટમાં વપરાતા પેકિંગ બોકસનો પણ મોટા પ્રમાણમાં વપરાશ થાય છે જેથી નાના મોટા ઘણા ઉધોગોને પણ રોજગારી મળી રહે છે.

ભારતમાંથી એકસપોર્ટ થયેલ મરીન પ્રોડક્ટની વિગત

વર્ષ

જથ્થો(ટનમાં)

રકમ (કરોડમાં)
2019-20 1289651 46662.85
2020-21 1149510 43720.98
2021-22 1369264 57586.48
પીપાવાવ
વર્ષ જથ્થો(ટનમાં) રકમ (કરોડમાં)
2019-20 257402 4556.19
2020-21 185817 3330.9
2021-22 127176 2150.21
મુદ્રા
વર્ષ જથ્થો(ટનમાં) રકમ (કરોડમાં)
2019-20 19431 303.15
2020-21 39243 773.57
2021-22 102219 2928.59

અન્ય સમાચારો પણ છે…

Related Posts: