Friday, January 13, 2023

ગ્રામ પંચાયતના વિભાજન સહિતના એજન્ડાઓને બહાલી અપાઈ; આડેધડ નખાતા વીજપોલ અને નાની સિંચાઈના સવાલો ઉઠ્યા | Agendas including bifurcation of Gram Panchayats were ratified; The questions of haphazardly installed power poles and small irrigation were raised

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/214ca8a4-d935-4472-8993-d899ba70333b_1673595807326.jpg

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Agendas Including Bifurcation Of Gram Panchayats Were Ratified; The Questions Of Haphazardly Installed Power Poles And Small Irrigation Were Raised

મોરબી39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ એજન્ડાઓને બહાલ કરવામાં આવ્યા હતા. જેમાં એક ગ્રામ પંચાયતના વિભાજનને મંજુરી આપવામાં આવી હતી. તો એક ગ્રામ પંચાયતને અલગ રેવન્યુ દરજ્જો આપવાની દરખાસ્ત મંજુર કરાઈ હતી.

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા સહિતના એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા. જે એજન્ડાઓને બહાલ કરવામાં આવ્યા હતા.

સાથે જ મોરબી તાલુકાની હજનાળી ગ્રામ પંચાયતમાંથી અંબાનગર ગ્રામ પંચાયતના વિભાજનને મંજુરી આપવામાં આવી હતી. તો ટંકારા તાલુકાના ભૂતકોટડા ગ્રામ પંચાયતમાંથી હરીપર (ભૂ.) ગ્રામ પંચાયતમાં રેવન્યુ રકબામાં ફેરફાર કરવાના એજન્ડાઓને મંજુરી મળી હતી.

ઉપરાંત ટંકારા, મોરબી અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં પવન ચક્કીથી વીજળી સબ સ્ટેશનને જોડતા માર્ગ વચ્ચે લાગતા તારમાં પોલ આડેધડ નાખવામાં આવતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સાથે જ નાની સિંચાઈ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તે સિવાય 15માં નાણાપંચના જિલ્લા કક્ષાના 10 ટકાના વર્ષ 2022-23 ના ના-મંજૂર થયેલા કામો સામે નવા કામોનું આયોજન વર્ષ 2022-21, 21-20 અને 22-23 અને 23-24ના વર્ષના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર માટે રજુ થયેલા કામો, જિલ્લા પંચાયતની વર્ષ 21-22ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વર્ષ 22-23ના બાકી વિકાસ કામોના આયોજન સહિતના એજન્ડાઓને મંજુરી મળી હતી.

અન્ય સમાચારો પણ છે…