આસપાસના વિસ્તારમાં અફરાતફરી
આજે બપોરના સમયે ગોતા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી. જોત-જોતાંમાં આગ વિકરાળ બની હતી. ઘટનાને પગલે ગેમ ઝોન તથા આસપાસના વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ભીષણ આગના લીધે દૂર-દૂર સુધી ગોટે ગોટા દેખાયા હતા. સાથે જ આગની ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં હાલ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદના ગોતામાં ભીષણ આગ
એમેઝોન ફન પાર્કમાં લાગી ભીષણ આગ#Ahmedabad #Gujarat #BreakingNews #AmazonFunPark #MassiveFire pic.twitter.com/dazvMT9xIF
— News18Gujarati (@News18Guj) January 16, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad fire, Ahmedabd News, Gujarat News