Ahmedabad Flower Show Will End On January 15

અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શો વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરી હતી.  હવે 12 જાન્યુઆરીના પૂર્ણ થનાર ફ્લાવર શો 15 જાન્યુઆરીના પૂર્ણ થશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની રજાના સમયમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેનારા મુલાકાતીઓ ફ્લાવર શો અને અટલ બ્રિજની મુલાકાત લઈ શકે તે માટે આ નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવ્યો. ફ્લાવર શો શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં દોઢ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. તો બીજા સપ્તાહમાં ત્રણ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.  ફ્લાવર શોની અત્યાર સુધીમાં 4 લાખ 18 હજાર ટિકિટનું વેચાણ થયું છે. જેના થકી મહાપાલિકાને દોઢ કરોડ રૂપિયાની આવક થઈ છે.

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હત્યા, ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખુલી: મનીષ દોષી

Ahmedabad: ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ  દોષીએ આકરા પ્રહાર કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. 

ગુજરાતમાં ૨૪ કલાકમાં બનેલી ૧૦ હત્યાની ઘટનાઓ

live reels News Reels

હત્યા-1- સુરતના ડીંડોલી વિસ્તારમાં.
હત્યા-2- સુરતના વિમલનાથ સોસાયટી નજીક.
હત્યા-3- સુરતના લીંબાયત વિસ્તાર.
હત્યા-4- અમદાવાદના બાપુનગર
હત્યા-5- અમદાવાદના નિકોલ
હત્યા-6- જામનગરના લાલપુર બાયપાસ નજીક 
હત્યા-7- જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી
હત્યા-8- વડોદરાના બાપોદ ગામે 
હત્યા-9- રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળ.
હત્યા-10- સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર

તેમણે આગળ કહ્યું કે, રાજ્યમાં નશાબંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય છે. બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ છે. નકલી નોટો, ચીટ ફંડ સહીત આર્થિક ગુન્હાખોરી આસમાને છે.

સુરતમાં મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

સુરતના ડીંડોલી વિસ્તારમાં માથાકૂટ થતા મિત્રએ જ મિત્રને રહેંસી નાખ્યો છે. હત્યારો મિત્ર અગાઉ પણ હત્યાના ગુનામાં ઝડપાયો હોવાની વાત સામે આવી છે.  ડીંડોલી વિસ્તારમાં આવેલ નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ૩૫ વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. યુવકની હત્યા તેના જ મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે. મૃતક મિત્ર સાથે કોઈ બાબતે માથાકૂટ થતા ગુસ્સામાં આવી મિત્રએ જ  મિત્રની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. એટલું જ નહી આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પકડાયો હતો અને થોડા સમય પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

Previous Post Next Post