AHMEDABAD Trafficking for children due to immoral relationships, 3 people arrested

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ અને હ્યુમન ટ્રફિકિંગ દ્વારા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, 3 આરોપીઓમાંથી 2 આરોપીઓ ગુજરાત બહારના અને એક આરોપી ગુજરાતનો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાંથી માનવ તસ્કરી કરતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

અનૈતિક સંબંધોના કારણે થયેલા બાળકોના નિકાલ માટે તસ્કરી

મળતી માહિતી પ્રમાણે, આ રેકેટનું એપી સેન્ટર બનાસકાંઠા અને સાબરકાંઠા હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તે વિસ્તારમાં લગ્ન પેહલા જે અનૈતિક સંબંધોના કારણે બાળકો થાય તેના નિકાલ માટે આ તસ્કરીની વાત સામે આવી રહી છે. મહત્વનું છે કે, લગ્નમાં તકલીફ ના પડે તેને લઈને બાળકોનું નિકાલ કરવામાં આવતું હતું. હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, આ ગેંગ કેટલા સમયથી સક્રિય છે અને આ ગેંગમાં કેટલા લોકો સામેલ છે તથા કેટલા રાજ્યોમાં આ લોકો આ રીતે બાળકોની તસ્કરી કરતા હતા? જોકે, વાત કરીએ તો બાળકને દત્તક લેવા મટે અનેક નિયમો છે.

આ પણ વાંચો: સુરતમાં શિકારી શ્વાનનો આતંક: નાની બાળકીને ગાલ પર બચકું ભરી રસ્તા પર ઢસડી

1 માસનું બાળક ઈડરથી લઈને હૈદરાબાદ વેચવાના હતા

અમદાવાદમાંથી માનવ તસ્કરી કરતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોનિકા અને બિપિનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ 1 માસનું બાળક ઈડરથી લઈને હૈદરાબાદ વેચવાના હતા. હૈદરાબાદની ઉમા નામની એજન્ટને બાળક પહોંચાડવાનું હતું. 2.10 લાખમાં બાળક વેચાય તે પહેલા એજન્ટો ઝડપાયા છે. જ્યારે ઈડરથી બાળક આપનાર રેસ્મા રાઠોડ નામનો યુવક હજુ ફરાર છે. કાલુપુરમાં ચોરાયેલા બાળકની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો છે. આ મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઇન્ટ્રોગેટીવ યુનિટ ચાઈલ્ડ એન્ડ વિમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

أحدث أقدم