કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભા અને AMCના વિપક્ષ નેતા પર નિવેદન આપ્યું, જાણો શું કહ્યુ...

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજ્ય બાદ કોંગ્રેસમાં હવે વિપક્ષ નેતાની પસંદગીને લઇ ઘમાસાણ ચાલી રહ્યું છે. વિધાનસભાના વિપક્ષના નેતાની પસંદગી કોયડો ગૂંચવાયો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષ નેતાને લઇને ફરી એકવાર ઘમાસાણ શરૂ થયું છે.

કોંગ્રેસના પ્રમુખે શું કહ્યું?

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિપક્ષ નેતા પદ લઇ જણાવ્યુ હતુ કે, વિધાનસભા અધ્યક્ષ કાર્યલય તરફથી એક પત્ર કોંગ્રેસ પક્ષને મોકલવામાં આવ્યો છે. પત્ર સાથે નિયમાવલી પણ મોકલવામાં આવી છે. પક્ષના નેતા તરીકે કોણે પસંદ કરો છે. તેમજ પક્ષાંતર ધારા કાયદાનું પાલન કઇ રીતે કરવા માટે નિયમ છે તે અંગે જાણકારી આપી છે. વિપક્ષ નેતાના પદ માટે 10 ટકા બેઠક મેળવવી પડે તેવી કોઇ જોગવાઇ ગુજરાત વિધાનસભામાં નથી. ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં 14 ધારાસભ્ય હતા તો પણ વિપક્ષનું પદ આપ્યું હતું. ભાજપ ખોટો અપ્રચાર કરી રહી છે કે પદ મળવાલાયક પણ નથી. પરંતુ વિધાનસભા ડાયરીમાં નિયમ છે કે. વિપક્ષ પદ માટે વિધાનસભાના પહેલા સત્રથી આગામી 30 દિવસ સુધીમાં પદ નિયુક્ત કરવા જોગવાઇ કરવામાં આવી છે. તેથી હજુ 30 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઇ નથી. આગામી 20 જાન્યુઆરીએ પહેલાં કોંગ્રસ વિધાનસભા વિપક્ષ નેતા પસંદ કરી જાહેરાત કરી નાંખશે. આ ઉપરાંત પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન તરીકે હમેશાં વિપક્ષને મળ્યું છે. ગુજરાત વિધાનસભાની પરંપરા પણ રહી છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસ શાસનમાં ભાજપ પાસે ઓછી બેઠક હતી તેમ છતાં અનેક પદ આપ્યા છે. વિધાનસભા કાયદા અને પરંપરાઓથી ચાલે છે. જો સત્તા પક્ષ કાયદા અને પરંપરા તોડશે તો કાયદાકીય પગલા કોંગ્રેસ લેશે.’

AMCમાં વિપક્ષના નેતા નક્કી કરવામાં આવશે

વિધાનસભા બાદ હવે એએમસી વિપક્ષ નેતા પદ લઇને પણ કોંગ્રેસ પક્ષ મૂંઝવણ ઉભી થઈ છે. વર્તમાન વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ હટાવી અન્ય વિપક્ષ નેતા પસંદ કરવા હિલચાલ ચાલી રહી છે. ફરી એકવાર એક જૂથ વિપક્ષના નેતા બદલવા સક્રિયતા બતાવી છે. પરંતુ વિપક્ષ નેતા પસંદગી માટે હાલ બ્રેક લાગી ગઇ છે. કારણ કે, સિનિયર નેતા દ્વારા કમિટી બનાવી તમામ કાઉન્સિલરો સાંભળવામાં આવશે. તમામ 23 કાઉન્સિલર સાંભળ્યા બાદ પ્રદેશ પ્રમુખ નિર્ણય કરશે કે, કોણ વિપક્ષ નેતા પસંદગી કરવી.  AMCમાં જ્યારે વિપક્ષ નેતા બનવા આવ્યા ત્યારે નક્કી થયું કે એક વર્ષ સુધી કાર્યકાળ રહેશે. એક વર્ષ બાદ મને યાદ કરાવવા કોર્પોરેટર આવ્યા હતા. તમામ લોકોને સાંભળી જે નામ આગળ આવશે તેને વિપક્ષ નેતા બનાવવા આવશે. સિનિયર નેતા તમામ કાઉન્સિલર સભ્ય સાંભળશે ત્યારબાદ નિર્ણય કરાશે.

પક્ષ વિરોધી કામ કરનારા સામે પગલાં લેવાશે

વધુમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, વિધાનસભા ચૂંટણીમાં પણ પક્ષ વિરોધી કામ કરનાર સામે પગલાં લેવાશે. કોંગ્રેસ શિસ્ત સમિતિની બેઠકમાં 52 અરજીઓ પક્ષ વિરોધ કામ કરનારની મળી છે. જેમાં 36 લોકો સામે સસ્પેન્ડ કરવા સુધી ફરિયાદ કરવામાં આવી છે. સમિતિ દ્વારા તમામ નેતા અને કાર્યકર્તાઓ પક્ષ વિરોધ કામ કરનાર નોટિસ આપી ખુલાસો લેવામાં આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad Municiple corporation, Congress Gujarat, Gujarat Assembly

Previous Post Next Post