As the girl could not bear this torture of the in-laws, finally she filed a police complaint and the police registered a case and started investigation

અમદાવાદઃ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓ પરિણીતાને નાની-નાની વાતોમાં મહેણા ટોણા મારતા અને ઘરકામ બાબતે બોલાચાલી કરી શારીરિક-માનસિક ત્રાસ આપી ગાળો બોલી પિતાના ઘરેથી પૈસા લાવવા માટે દબાણ કરતા હતા. યુવતીના પતિને સાસુ સસરા ખોટી ચઢામણી કરી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં, યુવતીના સસરાએ એક દિવસ તેની સાથે ઝઘડો કરી છાતી પર હાથ લગાવી નિર્લજ હુમલો કરી આને ઘરમાં પુરીને સળગાવી દો, એમ કહેવા લાગ્યા હતા. સાસરિયાઓનો આ ત્રાસ યુવતીથી સહન ન થતાં આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

‘તારા બાપે તને કંઇ આપ્યુ નથી, ભીખારીની દીકરી છે’

ચાંદખેડામાં રહેતી 34 વર્ષીય યુવતી ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરે છે. તેના પરિવારમા પતિ તથા સાસુ સસરા અને બે દીકરીઓ છે. યુવતીના લગ્ન વર્ષ 2010માં થયા હતા. યુવતીનો પતિ નવા સચિવાલય ગાંધીનગર ખાતે આંકડા બ્યુરોમાં ઉંચી પોસ્ટ પર નોકરી કરે છે. લગ્ન બાદ યુવતીના પતિએ તેને સારી રીતે રાખ્યા બાદ તેની સાસુ નાની-નાની વાતમાં મહેણાં ટોણા મારી ઘરકામ બાબતે બોલાચાલી કરતા હતા. વર્ષ 2013માં દીકરીને જન્મ આપ્યા બાદ સાસુ સસરા તારા બાપે તને કંઇ આપ્યુ નથી, ભીખારીની દીકરી છે, તેમ કહી મહેણાં મારતા અને યુવતીને તેના પિતાના ઘરેથી પૈસા લાવવા માટે દબાણ કરતા હતા. જેથી યુવતીએ તેના પિતાને વાત કરતા તેના પિતાએ બે લાખ રૂપિયા પણ આપ્યા હતા. છતાંય સાસુ-સસરા હેરાન પરેશાન કરતા અને યુવતી તેના પતિને કહે તો પતિ કહેતો કે મારા માતા-પિતા જેમ કહે તેમ રહેવું પડશે. યુવતીની નણંદ અને નણંદોઇ અવારનવાર ઘરે આવી યુવતી વિશે તેના પતિ અને સાસુ સસરાને ખોટી ચઢામણી કરતા હતા. યુવતી તે બાબતોનો વિરોધ કરે તો તેનો પતિ તેને માર મારતો હતો. ગઇકાલે આ યુવતી સાંજે નોકરી પરથી ઘરે આવી ત્યારે સાસુ-સસરાએ તેને કહ્યું કે, તું તારા પિતાને કેમ બધું કહે છે, તેમ કહી યુવતી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: મોડીરાત્રે ઇસ્કોન બ્રિજની નીચે ટ્રકની અડફેટે મહિલાનું મોત, બહેનનો બચાવ

સાસુ-સસરા પણ યુવતીને માર મારવા લાગ્યા હતા

થોડીવાર બાદ યુવતીનો પતિ પણ ઘરે આવતા તેણે પણ યુવતી સાથે ઝગડો કરી ગાળો બોલી તેને માર મારી સોનાનો દોરો તોડી લઇ લીધો હતો. બાદમાં સાસુ-સસરા પણ યુવતીને માર મારવા લાગ્યા અને યુવતીના સસરાએ યુવતીની છાતી પર હાથ નાખી નિર્લજ હુમલો કરી આને ઘરમાં પુરીને સળગાવી દો, એમ કહેવા લાગ્યા હતા. જેથી યુવતીએ પોલીસમાં ફોન કરેલો અને તેના પતિએ યુવતીના પિતાને ફોન કરી કહ્યું કે, તમારી દીકરીને લઇ જાવ. જેથી યુવતી પણ તેનો જીવ બચાવી ઘરમાંથી નાની દીકરીને લઇ ઉઘાડા પગે પહેરેલા કપડે બહાર નીકળી ગઇ હતી. યુવતીના પતિએ યુવતીના પિતાને ફોન કર્યો હોવાથી પિતા તુરંત યુવતીને લેવા આવ્યા હતા. સાસરિયાઓએ યુવતીને અતિશય માનસિક-શારીરિક યાતનાઓ આપી હોવાથી યુવતીએ આ અંગે પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરીયાદ કરતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

Previous Post Next Post