At the age of just 9, a girl from Gujarat climbed Mount Everest AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: અમદાવાદનાં મેમનગરમાં રહેતી 9 વર્ષની સામ્યા પંચાલે એવરેસ્ટ બેઝ કેમ્પ્ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમજ સામ્યા માત્ર 5 વર્ષની હતી ત્યારે મનાલીમાં 10,000 ફૂટનો ટ્રેક પણ સફળતાપૂર્વક ચડ્યો હતો. માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જે 17,598 ફૂટ (5364 મીટર) ઊંચાઈએ આવેલો છે. સામ્યાએ કુલ 130 કિમી અંતર રાઉન્ડ ટ્રીપ કરેલું છે. તેને મુખ્યમંત્રીથી લઈને અનેક મંત્રીઓ અભિનંદન આપી ચૂક્યા છે.

પિતાના શોખના લીધે હું એવરેસ્ટ બેઝ સર કરી શકી

સામ્યા પંચાલે જણાવ્યું હતું કે, મને આ શોખ મારા પિતા પાસેથી મળ્યો છે. મારા પિતા પણ ઉંચા શિખરો સર કરવાના શોખીન છે. આ શોખના લીધે જ હું આટલી આગળ છું. હજુ પણ દુનિયાના ઘણા ઉંચા શિખરો પર જઈને મારું, મારા પરિવારનું અને સમાજનું નામ રોશન કરવું છે. તેના માટે હું ખૂબ મહેનત કરીશ. તાજેતરમાં એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચઢાણ કરનારી ગુજરાતની સૌથી નાની છોકરી તરીકે મને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

માઈનસ તાપમાનમાં આસનો કર્યા

તમારા શહેરમાંથી (અમદાવાદ)

સામ્યાના પિતા મૌલિક પંચાલે જણાવ્યું હતું કે, સામ્યા અભ્યાસ કરવાની સાથે જ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. જેમાં તેણે પોતાનું, પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કર્યું છે. અત્યારે 10 વર્ષની છે અને 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. મને હિલ ક્લાઈબિંગ કરવાનો ઘણો શોખ છે અને દુનિયાના ઘણા શિખરો પર ચઢાણ કર્યું છે. હવે હું પરિવાર સાથે શિખરો સર કરું છું.

આ શોખ મારી દીકરી પણ ધરાવે છે. ત્યારે તાજેતરમાં જ તેણે માઉન્ટ એવરેસ્ટ બેઝ સર કર્યો. સામ્યાને યોગાનો પણ એટલો જ શોખ છે. મને યાદ છે કે એક વખત તેણે માઉન્ટ એવરેસ્ટ કેમ્પમાં માઈનસ તાપમાન સાથે માઉન્ટ ક્લાઈમ્બર કોસ્ચ્યુમ પહેરવા છતાં તેણે પહાડોની ઉંચાઈઓ પર સૂર્ય નમસ્કાર, ચક્રાસન જેવા આસનો કરી લોકોનું દિલ જીતી લીધું હતું. આ તેનો ઉત્સાહ બતાવતો હતો કે તે યોગાને પણ મહત્વ આપે છે.

માઉન્ટેન ક્લાઈબિંગની સાથે અભ્યાસમાં પૂરતું ધ્યાન રાખે છે

સામ્યાના માતા પંચાલ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, સામ્યા ધોરણ 4 માં આનંદ નિકેતન સ્કૂલ, શીલજ ખાતે અભ્યાસ કરતી હતી અને તેણે 9 વર્ષની ઉંમરમાં જ એવરેસ્ટ બેઝ કેમ્પ એપ્રિલ 2022 પૂર્ણ કર્યો. તે અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવે છે. તેના આ માઉન્ટેન ક્લાઈબિંગના શોખને ઘણી ઉંચાઈઓ પર લઈ જવા માંગે છે. તેના આ ઉત્સાહને પૂરો કરવા હું ખૂબ મહેનત કરીશ.

 

આ પર્વત સર કરવાની યોજના બનાવે છે.

આગામી સમયમાં માઉન્ટ એકોન્કાગુઆ (દક્ષિણ અમેરિકાનો સૌથી ઉંચો પર્વત – 22,841 ફૂટ), માઉન્ટ કિલીમંજારો (આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત – 19,340 ફૂટ), માઉન્ટ એલ્બ્રસ (યુરોપનો સૌથી ઉંચો પર્વત – 18,510 ફૂટ), માઉન્ટ કોસિયુઝ્કો (ઓસ્ટ્રેલિયાનો સૌથી ઉંચો પર્વત – 7310 ફૂટ) સર કરવાની યોજના ધરાવે છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmeadabad News, Child, Local 18, Mount Everest

أحدث أقدم