Big Lapse In PM Modi's Security In Karnataka

PM Modi Security Breach: કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂંક સામે આવી છે. અહીં એક યુવકે PM મોદીને હાર પહેરાવવા માટે સુરક્ષા કવચ તોડીને પીએમ મોદીની કાર સુધી પહોંચી ગયો હતો. જો કે ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓ તાત્કાવિક આ યુવકને દૂર ખસેડી દીધો હતો. આ ઘટના હુબલ્લી પીએમ મોદીના રોડ-શો દરમિયાન બની હતી.

 

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવી ગયો. તે વ્યક્તિની નજીક આવ્યા બાદ સુરક્ષાકર્મીઓ સક્રિય થઈ ગયા અને તેઓએ તેને તરત જ હટાવી દીધો હતો. હાલ માટે, પોલીસ કમિશનરે કહ્યું છે કે, પીએમની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી.

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની મોટી ઘટના સામે આવવાથી હડકંપ મચી ગયો છે. અહીં પીએમ મોદીના રોડ શો દરમિયાન અચાનક એક યુવક તેમની તરફ દોડે છે અને પીએમની ખૂબ નજીક પહોંચી જાય છે. વાસ્તવમાં, યુવક વડાપ્રધાનને ફૂલોની માળા આપવા માંગતો હતો, આ માટે તે વિચાર્યા વિના SPG કોર્ડન તોડીને પીએમ મોદી પાસે પહોંચ્યો. આ જોઈને SPG કમાન્ડો એક્શનમાં આવી ગયા અને યુવકને પીએમથી દૂર લઈ ગયા.

પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં પોતાની કારમાં રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા, આ દરમિયાન વડાપ્રધાન કારનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, પીએમ મોદી સાથે એસપીજી કોર્ડન ચાલી રહી હતી. એટલા માટે યુવક ઝડપથી માળા લઈને વડાપ્રધાન પાસે પહોંચે છે અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કરે છે. જોકે એસપીજી કમાન્ડો તેને પીએમ સુધી પહોંચવા દેતા નથી.

Youtube પર ફેક ન્યૂઝ ફેલાવી રહી છે આ ચેનલ

યુટ્યુબ પર ‘સંવાદ ટીવી’ નામની ચેનલ ભારત સરકાર અને કેન્દ્રીય મંત્રીઓના નિવેદનો અંગે ખોટા દાવા કરી રહી છે. PIB ફેક્ટ ચેક મુજબ, 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી #YouTube ચેનલ ‘સંવાદ ટીવી’ ભારત સરકાર વિશે #FakeNewsનો પ્રચાર કરી રહી છે અને કેન્દ્રીય મંત્રીઓના નિવેદનો વિશે ખોટા દાવા કરી રહી છે. પીઆઈબીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં આ ચેનલના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.સમાચાર એજન્સી અનુસાર, ‘સંવાદ ટીવી’ નામની યુટ્યુબ ચેનલે એક વીડિયોમાં દાવો કર્યો છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું છે. આ દાવો ખોટો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ રાજીનામું આપ્યું નથી.

અમિત શાહે રાજીનામું આપ્યું’

આગામી ટ્વિટમાં જણાવવામાં આવ્યું કે #YouTube ચેનલ ‘સંવાદ ટીવી’ના એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજીનામું આપી દીધું છે. આ દાવો પણ સંપૂર્ણપણે ખોટો છે. તે જ સમયે, સંવાદ ટીવીએ તેના એક યુટ્યુબ વીડિયોમાં દાવો કર્યો છે કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી છે. સંવાદ ટીવીનો આ વીડિયો પણ નકલી છે.


أحدث أقدم