પાટણ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ સિદ્ધપુર હાઇવે પર રૂની ગામ નજીક થોડા દિવસ પહેલા બાઈક ચાલક યુવાન બાઈક લઈ જતો હતો ત્યારે રાત્રે રખડતા વાછરડા ની અડફેટે બાઈક સવાર યુવાન આવતા યુવાન ગંભીર રીતે ઘાયલ થાત સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જાય 16દિવસ સારવાર બાદ આજે અમદાવાદ ખાતે મોત થયું હતું.

ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે રખડતા ઢોરોનો આતંક છે રખડતા ઢોરોના કારણે શહેરી વિસ્તાર તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર લોકોને પોતાનું જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પાટણમાં 16 દિવસ અગાઉ એક આશાસ્પદ યુવાન પાટણ થી સિદ્ધપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે રૂની ગામ નજીક વાછરડા એ બાઈક ચાલકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ આકસ્માતમાં વાછરડા નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો બાઈક ચાલક યુવાનને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવાન દેવેન્દ્રભાઈ સાધુની વધારે તબિયત બગડતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજવા પામ્યું હતું યુવાન દેવેન્દ્રભાઈનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો વારંવાર રખડતા ઢોરોના કારણે લોકો ઘાયલ થાય છે તો કોઈ પોતાનું જીવ પણ ગુમાવે છે ત્યારે લોકોની માંગ છે કે સરકાર દ્વારા રખડતા ઢોરો વિશે કડકમાં કડક નિર્ણય કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે.