અમદાવાદએક કલાક પહેલાલેખક: આનંદ મોદી
પ્રતિકાત્મક તસવીર અને ઇન્સેટમાં રેગિંગ પીડિતો માટે લડી રહેલા ડો.મૌલિક ઠક્કર.
થોડા દિવસ પહેલા અમદાવાદની બી.જે. મેડિકલમાં અભ્યાસ કરતા ઓર્થોપેડિકના રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. ત્રણ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 7 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરનું રેગિંગ કર્યું હતું. એક-બે વાર નહીં, પરંતુ સિનિયર્સ દ્વારા અવાર નવાર જુનિયર ડોક્ટરને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બે વિદ્યાર્થીને ગાલ ઉપર સતત તમાચા મારવાના કારણે કાનમાં બહેરાશ આવી હતી. આ બાબતે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ પીડિત વિદ્યાર્થીઓ સહિત 42 જેટલા લોકોના નિવેદન લીધા હતા અને કસૂરવાર ત્રણ સિનિયર વિદ્યાર્થી પૈકી બેને ત્રણ સેમેસ્ટર અને એકને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા હતા.
આ ઘટનાના પાંચ-છ દિવસમાં જ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ બાદ ડેન્ટલ વિભાગમાં રેગિંગની ઘટના સામે આવી હતી. ગત અઠવાડિયે ડેન્ટલ વિભાગના પહેલા વર્ષની મહિલા તબીબ હોસ્ટેલમાં બર્થડે સેલિબ્રેશન કરી રહી હતી. ત્યારે ત્રીજા વર્ષના 2 મહિલા સહિત 3 તબીબોએ તેમને રોક્યા હતા અને તેમને હેરાન કરવાનું ચાલુ કર્યુ હતું. અવારનવાર સિનિયર તબીબ દ્વારા જુનિયર તબીબોને હેરાન કરવામાં આવતા હતા.
‘આ મામલો મીડિયામાં કેમ લાવ્યા તે અંગે 6 ડોક્ટરને ધમકાવ્યા’
બી.જે.મેડિકલની રેગિંગની ઘટના મામલે મેડિકલના વિદ્યાર્થીઓ માટે કામ કરતા ડૉ. મૌલિક ઠક્કર તાત્કાલિક રેગિંગનો ભોગ બનેલા 6 રેસિડેન્ટ ડોક્ટરને મળ્યા હતા. રેસિડેન્ટ ડોક્ટરે તેમના થયેલા અત્યાચાર અંગે તમામ વિગત મૌલિક ઠક્કરને જણાવી હતી. કેટલી હદ સુધી ત્રાસ આપવામાં આવતો હતો અને સહન શક્તિ તૂટતા જુનિયર ડોકટર દ્વારા સિનિયર ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ કર્યા બાદ મામલો મીડિયામાં આવતા આ મામલો મીડિયામાં કેમ લાવ્યા તે અંગે પણ બીજે મેડિકલ દ્વારા 6 ડોક્ટરને ધમકાવવામાં આવ્યા હતા.
‘વર્ચસ્વ જમાવવા સિનિયર્સ નાની મોટી ભૂલો બદલ અપમાનિત કરી મારતા’
આ અંગે ડૉ મૌલિક ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચતીમાં જણાવ્યું હતું કે 6 રેસિડેન્ટ ડોક્ટરને 3 સિનિયર ડોક્ટર દ્વારા એડમિશન લીધું ત્યારથી જ હેરાન કરવામાં આવતા હતા. રેસિડેન્ટ ડૉક્ટરનું વૉર્ડમાં પોસ્ટિંગ હોય ત્યાં સિનિયર ડોક્ટર દ્વારા દર્દીઓ વચ્ચે તેમનું અપમાન કરવામાં આવતું હતું.6 જુનિયરને તેમના સિનિયર ડોક્ટર રૂમમાં બેલ્ટ, રોર, બૂટથી માર મારતા હતા તેમને સીટઅપ્સ કરાવવામાં આવતી હતી. સિનિયર ડોક્ટર પોતાનું વર્ચસ્વ જમાવવા અને જુનિયર ડોક્ટરથી થતી નાની મોટી ભૂલો બદલ તેમને અપમાનિત કરીને મારતા હતા.
સિનિયર્સે માં-બહેનની ગાળો દેતા વિભાગના વડાને ફરિયાદ કરી
આ બધાથી કંટાળીને જ્યારે 6 જુનિયર ડોક્ટરે વૉર્ડમાં જવાનું બંધ કર્યું તો સિનિયર ડોક્ટર દ્વારા જુનિયર ડોક્ટરને રાતે ફોન કરવામાં આવ્યો હતો અને ફોનમાં માં બહેનની ગાળો બોલવામાં આવી હતી. આ ફોન પણ જુનિયર ડોક્ટરે રેકોર્ડ કર્યો હતો અને માં-બહેનની ગાળો સહન ન થતા રેકોર્ડ કરેલ પુરાવા સાથે વિભાગના વડાને ફરિયાદ કરી હતી. વિભાગના વડાને આ મામલે ફરિયાદ કરવા જુનિયર ડોકટર પહોંચ્યા હતા ત્યાં પણ સિનિયર ડોક્ટર સાથે ઘર્ષણ થયું હતું.ઓર્થોપેડિક વિભાગના વડાએ આ મામલે બીજે મેડિકલની જાણ કરી હતી.
વિદ્યાર્થીઓ મીડિયા સામે આવતા પણ ડરતા હતા
બી.જે. મેડિકલમાં PGના ડાયરેક્ટર મીનાક્ષી પરીખ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતી હતી. આ મામલો મીડિયામાં આવતા ઝડપથી તપાસ શરૂ કરવામાં આવી હતી. 28 ડિસેમ્બરે બપોરે 1 થી 4 દરમિયાન આ મામલે ભોગ બનનાર અને રેગિંગ કરનાર ડોક્ટર સહિત સંબંધિત અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ નિવેદન દરમિયાન જ્યારે રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા ત્યારે તેઓ મીડિયા સમક્ષ શા માટે ગયા તે અંગે તેમને સવાલ કરીને ધમકાવવામાં આવ્યા હતા જે બાદ વિદ્યાર્થીઓ મીડિયા સામે આવતા પણ ડરતા હતા.
100માંથી 95 કેસમાં કોઈ કાર્યવાહી થતી નથીઃ ડો.મૌલિક ઠક્કર
ડૉ.મૌલિક ઠક્કરે જણાવ્યું હતું કે રેગિંગ થયું હોય તે ડોક્ટર જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે તેમને જે તે ઓથોરિટી દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમે સહન કરો,આ તમારી આગળની જિંદગીનો ભાગ છે. મોટાભાગના કિસ્સામાં કાર્યવાહી થતી જ નથી. 100માંથી 95 કેસમાં કોઈ કાર્યવાહી થતી નથી જ્યારે 5 કિસ્સા જાહેર થતા તેમાં કાર્યવાહી કરવમાં આવે છે. કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ રેગિંગ પીડિતો સાથે પણ ઉભા નથી રહેતા.
‘ડરના કારણે રેગિંગ થયું હોય છતાં કોઈ ફરિયાદ કરવા જતું નથી’
તેમણે આગળ જણાવ્યું કે, તેમણે રેગિંગ થયું હોય તે ફરિયાદ કરીને આગળ જાય તો તેમને જ નુકસાન થાય છે કારણ કે તેમને સિનિયર તરફથી મદદ કરવામાં આવતી નથી. ફરિયાદ કરનારનો બોયકોટ કરવામાં આવે છે. ફરિયાદ કરનારને સર્જરી કે મેડિસિનમાં શીખવાડવામાં આવતું નથી, જેથી મોટા ભાગના કિસ્સામાં રેગિંગ થયું હોય છતાં કોઈ ફરિયાદ કરવા જતું નથી. જે બહાર આવે તેમાં નામની કાર્યવાહી કરીને ભવિષ્યમાં હેરાન કરવામાં આવે છે.
રેસિડેન્ટ ડોક્ટર જે તે વૉર્ડમાં ડ્યુટી કરતા હોય છે. આ ઉપરાંત તેમને અભ્યાસ પણ કરવાનો હોય છે તેવામાં સિનિયર તરફથી ટોર્ચર કરવામાં આવે ત્યારે અનેક ડોક્ટર હાર માની લે છે અને અંતે આત્મહત્યા તરફ વળે છે. છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના PGના 14 ડોક્ટરોએ આપઘાત કર્યો છે. આપઘાત માટે એક કારણ સિનિયર તરફથી કરવામાં આવતું ટોર્ચર પણ છે.
શું છે મામલો
બી.જે. મેડિકલ કોલેજમાં ભણતા ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ 6 જુનિયર રેસિડન્ટને પટ્ટા, જૂતા અને પાઈપથી માર મારતા હોવાની ઘટના સામે આવી હતી. બે વિદ્યાર્થીને ગાલ ઉપર સતત તમાચા મારવાના કારણે કાનમાં બહેરાશ આવી હતી. આ બાબતે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ પીડિત વિદ્યાર્થીઓ સહિત 42 જેટલા લોકોના નિવેદન લીધા હતા અને કસૂરવાર ત્રણ સિનિયર વિદ્યાર્થી પૈકી બેને ત્રણ સેમેસ્ટર અને એકને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા છે. એમ.એસ. ઓર્થોપેડિક વિભાગના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે. સજા દરમિયાન તેઓ પરીક્ષા આપી શકશે નહીં તેમજ થિસિસ રજૂ કરી શકશે નહીં.
રેગિંગ કેસમાં દોષિત ઠરેલા ડૉ. હર્ષ સુરેજા અને ડૉ. જયેશ ઠુમ્મર.
ડૉ. જયેશ ઠુમ્મર અને ડૉ. ધવલ માકડિયા ત્રણ સેમ માટે સસ્પેન્ડ
27 ડિસેમ્બરે ફર્સ્ટ યર રેસિડન્ટ ડૉક્ટર્સ તેમના વાલી સહિત ઓર્થોપેડિક વિભાગના યુનિટ હેડ તેમજ વિભાગના વડાને મળી રેગિંગ બાબતની લેખિત ફરિયાદ કરી હતી. એચઓડી ડૉ. સોલંકીએ આ ફરિયાદને પી.જી. ડાયરેક્ટર અને ડીનને ફોરવર્ડ કરી કસૂરવાર વિદ્યાર્થીઓની તપાસ કરીને કડકમાં કડક સજા કરવા ભલામણ કરી હતી. ફરિયાદને આધારે બુધવારે બી.જે. મેડિકલ કોલેજમાં એન્ટિ રેગિંગ કમિટીના 19 પૈકી 14 સભ્યોની હાજરીમાં નિવેદનો લેવાયા હતા. નિવેદનોના અંતે કમિટી દ્વારા ડૉ. જયેશ ઠુમ્મર અને ડૉ. ધવલ માકડિયાને ત્રણ સેમેસ્ટર જ્યારે ડૉ. હર્ષ સુરેજાને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવા નિર્ણય કર્યો હતો. આ રિપોર્ટ દિલ્હી મોકલાયો હતો.
પુરાવાને આધારે એકથી દોઢ વર્ષ સસ્પેન્ડ કરવાની સજા
સજા પછી હાજર થતી વખતે કેરેક્ટર સર્ટિ આપવું પડશે
એમ.એસ. ઓર્થોના ત્રણેય સસ્પેન્ડેડ સિનિયર ડૉક્ટર્સની સજા પૂરી થાય પછી હાજર થવા સમયે તેમણે કેરેક્ટર સર્ટિફિકેટ આપવું પડશે. તેમની પાસે ગુડ બિહેવિયર સર્ટિ હશે તો જ તેમને છેલ્લા સેમેસ્ટર અને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. કમિટીએ વીડિયો, ઓડિયો, તસવીરો સહિતના પૂરાવા પણ ચકાસ્યા હતા અને તેને આધારે રિપોર્ટ તૈયાર કરાયો હતો. એક વિદ્યાર્થીએ રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી ભવિષ્યમાં ભૂલ નહીં કરવાની ખાતરી આપી હતી. જ્યારે અન્ય બેએ કબૂલાત કરી ન હતી. બી જે મેડિકલ કોલેજમાં છેલ્લે 2015-16ના વર્ષમાં એક સર્જરીના ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. તે ઘટનામાં રેગિંગ કરનાર ડોક્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રેગિંગ કરનારા અને ભોગ બનેલાનાં નિવેદન લેવાયાં
બી.જે. મેડિકલના એમએસ ઓર્થોપેડિક વિભાગના ફાઈનલ યરના વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાની ફરિયાદ એચઓડી સુધી પહોંચ્યા બાદ તેમણે આ ફરિયાદ અમને પહોંચાડીને કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. જેના પગલે બી.જે. મેડિકલ કોલેજના ડીન, પીજી ડાયરેકટર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી એન્ટિ રેગિંગ કમિટીની બેઠકમાં રેગિંગ પ્રકરણ સાથે સંકળાયેલા તમામ લોકોના નિવેદનો લઈને, આવશ્યક પુરાવાઓને ધ્યાનમાં રાખીને બે વિદ્યાર્થીઓને દોઢ વર્ષ માટે જ્યારે એક વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ