હવે ઈન્ડિગો એરલાયન્સની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે મારામારીનો કિસ્સો સામે આવ્યો

એર હોસ્ટેસ સાથે મારામારીની સૂચના હવે વિમાનના કેપ્ટન પાસે પહોંચી તો તેઓ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. કહેવાય છે કે આરોપી ત્રણ મુસાફરોએ તેમની સાથે પણ ખરાબ વર્તન કરીને મારામારી કરી હતી. આ ઘટના દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં બની હતી. પટના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કર્યા પછી તાત્કાલિક આખા મામલાની માહિતી CISFને આપવામાં આવી હતી. પટના પોલીસ પટના એરપોર્ટ પર પહોંચી અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોની પૂછપરછ શરુ કરાઈ છે. ઘટના વિશે એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે એક યુવક એરપોર્ટથી નીકળી ફરાર થઈ ગયો હતો. તેની ઓળખ કરવામાં આવી રહી છે. આ મામલે એક FIR એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. હાલ બન્ને આરોપીઓની અટકાયત કરીને આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

એર ઈન્ડિયામાં મહિલા યાત્રી પર પેશાબ

ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરીૂ કરી રહેલા વૃદ્ધ મહિલ પ્રવાસી પર નશામાં ધૂત એક મુસાફરે પેશાબ કર્યો હતો. આ મામલે 26 નવેમ્બર 2022માં બન્યો હતો. મહિલા પ્રવાસીની ફરિયાદ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું કે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી જઈ રહેલા વિમાનમાં પેશાબ કરવાની ઘટના પર એર ઈન્ડિયાની પ્રતિક્રિયા વધુ તેજ બની રહી હતી, પરંતુ આ સ્થિતને બરાબર રીતે સંભાળવામાં આવી નહોતી.આ પણ વાંચોઃ ઋષભ પંતના કપરા સમયમાં BCCI આપશે સાથ: IPL 2023માં કદાચ મેચ નહીં રમે તો પણ મળશે 16ની જગ્યાએ 21 કરોડ

મોડી માહિતી મળીઃ DGCA

અમેરિકાના નાણાકીય સેવા ફર્મ વેલ્સ કાર્ગોમાં વાઈસ પ્રેસિડેન્ટ રહેલા શંકર મિશ્રાએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા સહયાત્રી પર પેશાબ કર્યો હતો. ઘટના બાદ શંકર મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એરસેવા પોર્ટલ અને દિલ્હી પોલીસને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી, ફરિયાદમાં મહિલાને જણાવવામાં આવ્યું હતું કે કેબિન ક્રૂને આ વિષયમાં જણાવ્યું તો મિશ્રા સાથે વાતચીત કરીને આ કેસને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. સિવિલ એવિએશન ડિરેક્ટરેટ જનરલે 5 જાન્યુઆરીએ કહ્યું હતું કે આ ઘટનાની જાણકારી 4 જાન્યુઆરીએ મળી હતી.

Published by:Tejas Jingar

First published:

Tags: Domestic flight, Flight Service, INDIGO, Indigo airlines

Previous Post Next Post