ભારત શ્રીલંકા વન ડેમાં ઉમરાન માલિકે ફેંક્યો સૌથી ઝડપી બોલ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

ભારતના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકે મંગળવારે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. 23 વર્ષીય ફાસ્ટ બોલરે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે, તે T20I અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી બોલર પણ બન્યો હતો. ઉમરાન તેની ઝડપ માટે જ જાણીતો છે. અને સતત સારું પ્ર્દર્શન કરતો આવ્યો છે. આ મેચમાં પણ તેણે ત્રણ વિકેટો ઝડપી હતી.

ઉમરાન મલિકે ગુવાહાટી ખાતે શ્રીલંકા સામેની વનડેમાં 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ બોલની યાદીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટોચ પર નામ નોંધાવ્યું છે. અગાઉ, ઉમરાન મલિકે શ્રીલંકા સામેની પ્રથમ T20Iમાં 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તોડ્યો હતો. આગાઉ બૂમરાહ પોતાના ફાસ્ટ બોલ અને યોર્કરમાંથી જ જાણીતો બન્યો છે અને હવે તેનું સ્થાન ઉમરાન લઈ શકે છે.

ઉમરાન તેની ઝડપ માટે જ જાણીતો છે. અને સતત સારું પ્ર્દર્શન કરતો આવ્યો છે. આ મેચમાં પણ તેણે ત્રણ વિકેટો ઝડપી હતી. અગાઉ જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 153.6 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો, પરંતુ હવે ઉમરાને આ રેકોર્ડ એક કરતાં વધારે વખત તોડી નાખ્યો છે. પ્રથમ ODIમાં 14મી ઓવરમાં ઉમરાન મલિકની ઝડપ જોવા મળી હતી, ઓવરના બીજા અને ત્રીજા બોલે 151kmph ની ઝડપ પકડી હતી, જ્યારે ચોથો બોલ સ્પીડ ગનમાં 156kmph ની ઝડપ નોંધાઈ હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 67 રને શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમ 373 રન જેટલો જંગી સ્કોર ખડકીને બોલિંગમાં ઉતરી હતી. ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં બેટિંગ સરળ લાગતી હતી એટ્લે વિરોધી ટીમ શ્રીલંકા પણ સારું રમી રહી હતી. કેપ્ટન દસુન શનાકાએ સદી ફટકારી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ આવ્યા બાદ ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી કરી હતી. ગિલ 70 અને રોહિત 83 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલીએ 113 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના શાનદાર યોગદાનને કારણે ભારતે 373 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

આ પણ વાંચો: Dasun Shanaka: રોહિત શર્માની ખેલદિલી! શ્રીલંકન કેપ્ટન 98 રને આઉટ થયો તો પણ રમવા દીધો, જુઓ VIDEO

આ પણ વાંચો: VIRAT KOHLI: વિરાટને કાઢવાની વાતો ચાલતી હતી, ટીકાકરોની બોલતી બંધ કરી દીધી, બતાવું દીધું કે કિંગ તો કિંગ છે!

વિરાટ કોહલીને ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારતા લગભગ 4 વર્ષ થઈ ગયા હતા.  કોહલીએ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારતા સાથે જ ભારતની ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી, સચિને 164 વનડેમાં 20 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 101 વનડેમાં 19 વખત 100 કે તેથી વધુ રન બનાવ્યા છે.
” isDesktop=”true” id=”1317692″ >

વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 179 રન બનાવ્યા બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ઓલટાઈમ બેટ્સમેનોની યાદીમાં 5માં નંબરે પહોંચી જશે. આ દરમિયાન તે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દેશે. કોહલીએ 265 વનડેની 256 ઇનિંગ્સમાં 12471 રન બનાવ્યા છે. જયવર્દનેએ 448 વનડેમાં 12,650 રન બનાવ્યા છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Fast bowler, IND VS SL, India vs Sri Lanka, Umran Malik, ક્રિકેટ

أحدث أقدم