રાજકોટ પેટ્રોલ પ્રેમિકાએ પ્રેમીને સળગાવ્યાંના કેસમાં નવો વળાંક

રાજકોટ: ગત સપ્તાહે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં રાજેશ રામાણી નામના વ્યક્તિને દાઝેલી હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારના રોજ સારવાર દરમિયાન રાજેશ રામાણી નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર મામલે આ કેસમાં નવો વળાંક પણ આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ગત 6ઠ્ઠી તારીખના રોજ રાજેશ રામાણી નામના વ્યક્તિને સારવાર અર્થે દાઝેલી હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ અને મીડિયાને આપેલી પ્રાથમિક માહિતીમાં તેણે જણાવ્યું હતું કે, ગીતા નામની તેની પ્રેમિકાએ તેના પર પેટ્રોલ છાંટીને તેને સળગાવીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે પ્રારંભિક તબક્કે શંકાની સોય ગીતા પર ઉઠી હતી. પરંતુ બાદમાં પોલીસની પૂછપરછમાં સમગ્ર બનાવ કેવી રીતે ઘટ્યો હતો તે સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં રાજેશના થેલામાંથી પેટ્રોલની બોટલ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યારે પોલીસે સારવારમાં રહેલા રાજેશની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મેં 60 રૂપિયાનું પેટ્રોલ ખરીદીને મારા પર જ છાંટીને આગ ચાંપી હતી. આમ, અગાઉ રાજેશે પોતાની પ્રેમિકાને ફસાવવા માટે સ્ટોરી ઘડી હતી તે ખોટી હોવાનું પોતે જ કબૂલ્યું હતું.

આ પણ વાંચો:  ‘મારા પેટમાં જે બાળક છે તે તારા પતિનું જ છે’

અગાઉ શું ઘડી હતી સ્ટોરી?

રાજેશ રામાણીએ સારવારમાં દાખલ થયા બાદ સ્ટોરી ઘડી હતી કે, તેની પ્રેમિકાએ તેને મળવા બોલાવ્યો હતો. મળવા બોલાવેલી પ્રેમિકા અને તેની વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોત જોતામાં પ્રેમિકાએ ઉશ્કેરાઈ જઈ તેની પાસે રહેલું પેટ્રોલ રાજેશ પર છાંટીને તેને સળગાવીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો.

” isDesktop=”true” id=”1317938″ >

તેમજ છેલ્લા બે મહિનાથી તે બંને સાથે રહેતા હતા તેમજ મજૂરી કામ કરતા હતા. તેમજ ગીતા રાજેશની આગલી પત્નીના ઘરેણા ચોરીને જતી રહી હોવાનું પણ જણાવ્યું હતું. આમ, સમગ્ર મામલો હત્યાનો નહીં પરંતુ આત્મહત્યાનો હોવાનું સામે આવ્યું છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, રાજકોટ

Previous Post Next Post