બનાસકાંઠાઃ ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, આવામાં રાજ્યના ઉત્તર ભાગમાં ઠંડીનો વધારે ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના બનાસકાંઠામાં પણ ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. આવામાં જિલ્લાના થરાદ, લાખણી, ડીસા, પાલનપુર સહિતના ભાગોમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. વાસી ઉત્તરાયણ પર બનાકાંઠાના કેટલાક ભાગોમાં ઠંડીનું જોર વધવાથી બરફની પાતળી ચાદર પણ પથરાઈ હતી. બનાસકાંઠામાં પડી રહેલી ઠંડી સાથે લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. હવામાન ઠંડુંગાર થવાથી જનજીવન પર પણ તેની અસર પડી રહી છે. ગુજરાતમાં 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
Monday, January 16, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» બનાસકાંઠામાં તાપમાન ગગડતા બરફ જામ્યો, ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી