સુરતમાં ઘોડદોડ જોગર્સ પાર્ક સામે ત્રણ દુકાનમાં ભીષણ આગ, ફાયરવિભાગની છ ગાડી ઘટનાસ્થળે

સુરતઃ શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કની સામે આવેલી ત્રણ દુકાનમાં મોડી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એક દુકાનમાં લાગેલી આગ પ્રસરતા અન્ય ત્રણ દુકાનમાં લાગી ઉઠી હતી. આ ઘટનાની જાણ કરતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદ્નસીબે કોઈ જાન હાની થઈ ન હતી.

ત્રણ દુકાનો આગની ચપેટમાં

મળતી માહિતી પ્રમાણે, ઘોડદોડ રોડ વિસ્તારમાં પતરાના શેડમાં બનાવેલી ત્રણ દુકાન આગની ચપેટમાં આવી ગઈ હતી. સ્ટુડિયો, આઇસ્ક્રીમ પાર્લર, અને ફ્રૂટની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાનમાં લાગેલી આગ ધીમે ધીમે ફેલાઈ જતા અન્ય બે દુકાને પણ તેની ઝપેટમાં લઇ લેતા ત્રણે દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાની ઘટના બનતાં જ અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

આ ઘટનાની જાણ સ્થાનિક દ્વારા ફાયર વિભાગ કરવામાં આવતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્રણ ફાયર સ્ટેશનની છ જેટલી ગાડી સાથેની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

કોઈ જાનહાનિ નહીં

ત્રણ દુકાનમાં આગની ઘટનામાં ફાયરની ટીમ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ ફાયરની ટીમ દ્વારા કરી દેવામાં આવ્યો હતો. જો કે, ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવે તે પહેલાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ત્રણેય દુકાન આગની ચપેટમાં સંપૂર્ણપણે આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનામાં સદ્નનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાક થઈ ગયો છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Surat Fire, Surat news

Previous Post Next Post