ઉત્તરાયણ પર પવન કેવો રહેશે? હવામાન વિભાગે કરી છે મોટી આગાહી

Gujarat Uttrayan Wind Prediction: ઉત્તરાયણ દરમિયાન પતંગ રસિયાઓને સૌથી વધારે ચિંતા પવનની રહેતી હોય છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સારી આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે વિશે જણાવ્યું છે. ઉત્તર ભારતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેવાનો છે તેની સાથે પતંગ રસિયાઓને ગરમીથી પણ રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મનોરમા મોહતીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, “તારીખ 14 અને 15 જાન્યુઆરીએ પવન મોટાભાગે 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાશે, જ્યારે કેટલાક સમય માટે પવનની ગતિ વધીને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે.”

આ પણ વાંચોઃ 13 જાન્યુઆરીએ અમદાવાદમાં રોજગાર ભરતી મેળોઃ મોટી કંપનીઓમાં નોકરીની તક

ઉત્તરાયણ પર ગરમી ઓછી લાગશે!

ઉત્તરાયણના તહેવારમાં પવનની ગતિ સારી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે ગરમી પણ આકરી નહીં રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ વર્ષે શિયાળો ડિસેમ્બર દરમિયાન હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જેની અસર ઉત્તરાયણ દરમિયાન પણ રહેશે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે તેની અસર ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં પાછલા દિવસોમાં ઠંડીનું જોર ઘટ્યા પછી ફરી એકવાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના ઘણાં રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાશે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશથી લઈને હિમાચલપ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યુું છે. રાજધાની દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે. ધૂમ્મસના કારણે રોડ, રેલવે અને હવાઈ વ્યવહાર પર તેની અસર પડશે.

” isDesktop=”true” id=”1318520″ >

હિમાચલમાં હિમવર્ષાથી ઠંડીનો ચમકારો વધશે

હિમાચલપ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની આગાહી કરાઈ છે, અહીં ઘણાં જિલ્લામાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. લાહૌલ સ્પીતિ, કુલ્લૂથી લઈને ચંબા અને હિમાચલની ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષા થવાની આગાહી છે. રાજ્યની રાજધાની શિમલામાં પણ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Gujarat Weather, Gujarat Weather Forecast, Makar sankranti, Uttarayan, ઉત્તરાયણ

Previous Post Next Post