અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ
આસ્ટોડિયા દરવાજા પાસે આવેલા ન્યુ લક્કી સ્ટોલના માલિક રાહુલ મિશ્રાએ જણાવ્યુ હતું કે, ‘એક તરફ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આગામી 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકાય છે. ત્યારે અમારા ટી સ્ટોલ પર અમે માટીના કુલ્લડ , સ્ટીલના કપ તો આપી રહ્યા છીએ. આ સાથે વેફર કપ પણ આપી રહ્યા છીએ. જેમાં વેફર કપમાં ચા આપ્યા બાદ વેફર કપ ગ્રાહક ખાઇ પણ શકશે. એટલે બે કામ થઇ શકશે ચા પણ પીવાશે અને ત્યાર બાદ વેફર કપ પણ આરોગી શકાશે.’આ પણ વાંચો: ગુજરાતના ગૌરવની ગરિમામાં વધારો, અમદાવાદ એરપોર્ટને મળ્યો ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ
વેફર કપમાં અપાતા ચા 25 મિનિટમાં પી જવી પડશે
આ સાથે સાથે વધુમાં રાહુલ મિશ્રાએ જણાવ્યુ હતું કે, વેફર કપ ત્રણ ફલેવરમાં અપવામાં આવે છે. જેમાં લોકોને ચોકલેટ, વેનિલા અને ઇલાયચી ફ્લેવર્ડ વેફર કપ મળશે. હાલ અડધી ચાનો ભાવ 12 રૂપિયા છે. જો વેફર કપ સાથે ચા પીવી હોય તો વધુ 4 રૂપિયા ઉમેરી રૂપિયા 16 આપવાના રહેશે. તેમજ કિલ્લામાં અપાતી ચા માટે રૂપિયા 15 રહેશે. જેમાં બે કુલ્લડ સાથે અપાશે. વેફર કપમાં અપાતા ચા 25 મિનિટમાં પી જવી પડશે.
આ પણ વાંંચો: ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે આ જાણવું જરૂરી, જાણો બોર્ડની પરીક્ષામાં ટોપર્સ થવા શુ કરશો?
આ કપનો અલગથી ચાર્જ આપવો પડશે
તેમણે જણાવ્યું કે, ‘અમે ચાની કિંમતમાં કોઇ વધારો નથી કર્યો, પરંતુ કુલ્લડ અને વેફર કપનો અલગથી સામાન્ય ચાર્જ આપવો પડશે. અત્યાર સુધી હજારોની સંખ્યામાં સ્ટીલ કપ આસપાસ દુકાનો અને વેપારીઓને આપ્યા છે. વન ટાઇમ પૈસા લીધા બાદ વેપારી પોતાની પાસે જ કપ રાખી શકે છે.’ હવે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેથી ગ્રાહકોને પણ ફાયદો થશે અને ગ્રાહકો સાથે સાથે સાથે ચાના કપને પણ ખાઈ શકશે.
આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન, 19મી જાન્યુઆરીએ યોજાશે ભરતી મેળો
AMCએ ચાના પેપર કપ બંધ કરવાનો નિર્ણય કર્યો
નોંધનિય છે કે, ગુજરાતમાં એક માત્ર AMC દ્વારા જ ચાના પેપર કપ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે પેપર પાબંદીના કારણે આશરે 20 લાખ પેપર કપના ઉપયોગ ઉપર નિયંત્રણ લાગી જશે. જેથી અમદાવાદ શહેરના લોકોને પેપર કપ વાપવાનો બંધ કરવો પડશે અને જો કો પેપર કપનો ઉપયોગ કરે છે, તે દંડ પણ કરવામાં આવી શકે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, AMC News, ગુજરાત