આ પણ વાંચો: 3 વર્ષ સુધી યુવતી સાથે રેપ કરતો રહ્યો ઈલેક્ટ્રિશિયન, દોસ્તને પણ બનાવ્યો ક્રાઈમ પાર્ટનર
પીડિતાના જણાવ્યા અનુસાર, તે પોતાના પતિ સાથે શનિવારે પિયરથી સાસરિયે જઈ રહી હતી, ત્યારે ગુરેહ ગામ નજીક તેના પતિના ત્રણ મિત્રો મળ્યા, જેને તેમને રોકી લીધા. પીડિતાએ જણાવ્યું કે, ઘટનાના સમયે પતિ દારુના નશામાં હતો. જેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. પીડિતાએ જણાવ્યું છે કે, બે લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્રીજા વ્યક્તિનો પીડિતાએ વિરોધ કર્યો તો દુષ્કર્મ કરવામાં નિષ્ફળ રહ્યો, તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સમાં દારુની બોટલ નાખી દીધી.
એસપીએ કહ્યું કે, આ કેસ છેડછાડનો લાગી રહ્યો છે
ઘટના બાદ પીડિત મહિલાએ 112માં કોલ કરી પોલીસને સૂચના આપી. સૂચના બાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને મહિલા અને તેના પતિને ચોકીએ લઈ આવ્યા. પોલીસે આ મામલામાં મહિલાના નિવેદન પર તપાસ હાથ ધરી.બાદમાં અહીં પોલીસ ફોર્સ પહોંચી હતી. જે મહિલાએ આ ઘટનાની જાણકારી આપી, તેણે પોતાના બે ઓળખીતા વ્યક્તિઓ સાથે મોટરસાયકલથી સાસરિયે જઈ રહી હતી. આ લોકોએ દારુ પીધો હતો. દારુના નશામાં આ લોકો હોબાળો કરવા લાગ્યા. ત્યાર બાદ પોલીસ ફોર્સ પહોંચી અને 2 લોકોની ધરપકડ કરી. પુછપરછમાં પ્રથમ દ્રષ્ટિએ આ કેસ છેડતીનો લાગે છે. દુષ્કર્મ જેવા કોઈ પુરાવા નથી મળ્યા. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Gangrape