ગુજરાત હવામાન આગાહી ઠંડી વાતાવરણમાં પલટો વાદળ

અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર જામી રહ્યું છે. ત્યારે આજે રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગુરૂવારે એટલે આજ સવારથી, ઉત્તર ગુજરાત અને પંચમહાલનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસ બાદ ઉત્તરાયણ છે અને વાતાવરણમાં પલટો આવતા પતંગ રિસિયાઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. જોકે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતુ કે, આ વખતે ઉતરાયણ સમયે સારું હવામાન રહેશે અને પવનની દિશા એવી હશે જેથી કરીને પતંગ રસિયાઓ પતંગ ચગાવી શકશે.

Previous Post Next Post