Monday, January 9, 2023

કેમ શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, શું-શું ધ્યાન રાખવું જોઇએ? જાણો, ડોક્ટર પાસેથી

અમદાવાદ: ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની સીધી અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. જોકે, હાડ થીજાવતી ઠંડી હાર્ટ એટેકનું કારણ પણ બનતી હોય છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ એટેકના કિસ્સામાં અંદાજે 20થી 30 ટકાનો વધારો થતો હોય છે ત્યારે એવા તે કયા કારણો છે જેના કારણે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ જાય છે. આવામાં શું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું પણ જરુરી છે.

શિયાળામાં હાર્ટ એટેકની ઘટનાઓમાં 20થી 30 ટકા જેટલો વધારો થાય છે

આમ તો હ્રદય રોગના હુમલાઓની ઘટનામાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે. તેના માટે બદલાતી જતી લાઈફ સ્ટાઈલ તો જવાબદાર છે જ.  જોકે, વાત કરવામાં આવે શિયાળાની ઋતુની તો છેલ્લા 10થી 15 વર્ષમાં નિષ્ણાતોને અભ્યાસ દરમિયાન મળેલી જાણકારી અનુસાર શિયાળામાં હાર્ટ એટેકની ઘટનાઓમાં 20થી 30 ટકા જેટલો વધારો થાય છે. એટલું જ નહીં, શિયાળામાં પ્રદુષણનું પ્રમાણ પણ વધી જતું હોય છે, જેના કારણે પણ હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો: પરપુરુષ સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ હતી પત્ની; એક વર્ષ બાદ મિસ્ટ્રી ઉકેલાઇ

કેમ શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધુ?

આ અંગે એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. શરદ જૈન જણાવે છે કે, શિયાળામાં 20થી 30 ટકા કેસ વધતા હોય છે. જેનું મુખ્ય કારણ વિન્ટરમાં ટેમ્પરેચર નીચે જાય છે. શિયાળામાં તાપમાન 25થી નીચે જાય તેવા સંજોગોમાં બોડીને ગરમ રાખવા માટેનો મેટા બોલીક રેટ વધી જતો હોય છે. જેથી મહેનત વધારે કરવી પડે હાર્ટને વધારે લોહી પંપ કરવું પડે. જે નોર્મલ રીતે હાર્ટ એક મિનિટમાં પમ્પ કરતું હોય તેના કરતા ડબલ મહેનત કરવી પડે છે. હાર્ટને વધુ લોહી પંપ કરવું પડે એટલે વધુ લોહી સરક્યુલેશન જોઈએ. હાર્ટની નશો જેને આર્ટરીઝ કહેવામાં આવે છે તે ઠંડીના હિસાબે હાથ અને પગની નશો સંકોચાઈ જાય છે. એટલે પાતળી થઈ જાય છે. નોર્મલ માણસમાં તો એ ચાલે પરંતુ જે લોકોને પ્રોબ્લેમ છે જે લોકોને ઓલરેડી થોડો બ્લોકેજ છે. તેમની નશો વધારે સંકોચાય ત્યારે લોહી સરક્યુલેશન હજુ ઓછુ થાય છે. તેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે.

શું-શું ધ્યાન રાખવું જોઇએ?

પોલ્યુશન પણ વિન્ટરમાં વધી જાય છે. શિયાળામાં હવામાના ડસ્ટ પાર્ટીકલ જમીનથી નજીક આવી જાય છે. એરપોલ્યુશન પણ એક ઈન્ફલેમેશન જેવું કામ કરે જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. પોલ્યુશનના કારણે 10 ટકા  શક્યતા હોય છે. વિન્ટરમાં હેલ્ધી ફુડ લેવાનું કહેવાય છે. જેથી ઘીના લાડુ વધુ ખાતા હોય તેના કારણે કોલેસ્ટ્રોલ વધે પરંતુ મહેનત ના થાય. વોકીંગ ઓછું થાય અને હેલ્ધી ફુડમાં નામે લોકો ખાસુ ઘી ખાઈ લેતા હોય છે. બોડીમાં અમુક હાર્મોરલ ચેન્જીસ પણ અર્લી મોર્નિંગમાં વધારે હોય છે. તેના કારણે હાર્ટ એટેકની શક્યતા વધી જતી હોય છે. હાર્ટ એટેક ટાળવા ગરમ કપડા પહેરવા, ફેશ અને મોઢુ ઢાંકીને રાખવું. ફુડમાં લીલા શાકભાજી, ગ્રીન વેજીટેબલ, જંક ફુડ એવોઈડ કરવા જોઈએ.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Gujarat winter, Heart attack

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.