Sunday, January 15, 2023

અમદાવાદ પોલીસ કાર ક્રેઇનથી ચોરતા ચોર ઝડપાયા

અમદાવાદ: આમ તો ચોરીની અલગ અલગ મોડસ ઓપરેન્ડી અવારનવાર સામે આવતી હોય છે પરંતુ અમદાવાદમાં નારોલ પોલીસે બે એવા ચોરની ધરપકડ કરી છે જે લોકોની ચોરી કરવાની સ્ટાઈલ જાણીને તમે પણ ચોંકી જશો. આરોપીઓ કારની ચોરી કરી હતી અને જે પણ અલગ અંદાજમાં. આ લોકો ચોરીની કારને વેચવામાં સફળ થાય તે પેહલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. નારોલ પોલીસ સ્ટેશનમાં એક કાર ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કાર ચોરી બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, નારોલ પોલીસને માહિતી મળી હતી કે 2 લોકો ચોરીની કારને ક્રેનથી ટોઈંગ કરીને દાણીલીમડા તરફથી આવીને પીપળજ ખાતે આવેલા કબાડી માર્કેટમાં જવાના છે તે માહિતીના આધારે બન્ને લોકોને પકડી તપાસ કરી હતી.

જેમાં જાણવા મળ્યું હતુ કે, આરોપીઓનું નામ અબ્દુલ કાદર સિપાહી અને જાવેદ કુરેશી છે. તેમને પોલીસે પકડીને તેમની તપાસ કરતા કાર, ક્રેન સહિત અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે નારોલ પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલી કારનો ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.

આ પણ વાંચો: જૂનાગઢ ડેમમાં સેલ્ફી લેવા જતાં ભાઇ-બહેન સહિત ત્રણનાં મોત

હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, આ લોકો આ સિવાય અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે અને આવી રીતે કેટલી ગાડીઓને કબાડી માર્કેટમાં વેચી દીધી છે. તપાસ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે.

” isDesktop=”true” id=”1320304″ >

પરંતુ આરોપીઓની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ કે, આરોપીઓ ક્રેનની મદદથી કારની ચોરીઓ કરતા હતા. ત્યારે સવાલ એ પણ છે કે, કબાડી માર્કેટના લોકોની તપાસ થશે કે કેમ?

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ​​Crime news

Related Posts: