અજાણી યુવતીએ વૃદ્ધને વર્ચ્યુઅલ સેક્સ કરવાનું કહી વીડિયો ઉતાર્યો, પછી કરોડો રૂપિયા પડાવ્યાં!

અમદાવાદઃ અજાણી યુવતીઓ સાથે વીડિયો કોલ પર વાતચીત કરતા યુવકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ક્યાંક વાતચીત કરવાના ચક્કરમાં કરોડો રૂપિયા ગુમાવવાનો વખત આવી શકે છે. આવો જ એક બનાવ અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે. જ્યાં યુવતીએ વૃદ્ધને ફોન કરીને તેની સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપીને વીડિયો ક્લિપ બનાવી અને ત્યારબાદ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને અલગ અલગ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને કરોડો રૂપિયા પડાવી લીધા છે. અંતે કંટાળીને વૃદ્ધે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

વીડિયો કોલમાં વર્ચ્યુઅલ સેક્સ કરવાનું કહ્યુ હતું

મળતી માહિતી પ્રમાણે, નવરંગપુરા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધ 8મી ઓગસ્ટ, 2022ના દિવસે રાત્રિના દસેક વાગ્યાની આસપાસ તેમના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના મોબાઇલ નંબર પર વોટ્સઅપમાં એક યુવતીનો મેસેજ આવ્યો હતો. જેથી વૃદ્ધે રિપ્લાય આપતા યુવતી પોતે ગુજરાતમાં મોરબીથી વાત કરી રહી હોવાનું જણાવ્યું હતું. બાદમાં તુરંત જ તેણે વીડિયો કોલ કર્યો હતો અને પોતે વર્ચ્યુઅલ સેક્સ કરવાનું કહીને તેના કપડાં કાઢી નાંખ્યા હતાં. જો કે, ફરિયાદીએ ના પાડતા તેમણે કહ્યું હતું કે, હું કેટલાય લોકોને આ રીતે સેક્સનો વીડિયો કોલ કરું છું. જસ્ટ આ તો વીડિયો કોલ છે કાંઇ ના થાય. જેથી ફરિયાદીએ પણ તેના કપડાં ઉતાર્યા હતા અને લગભગ એકાદ મિનિટ સુધી વીડિયો કોલ ચાલ્યા બાદ યુવતીએ વીડિયો કોલ કટ કરી દીધો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

થોડી વાર બાદ યુવતીએ આ વીડિયો ક્લિપ ફરિયાદીને મોકલી આપી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપવાની ધમકી આપીને રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ બદનામીના ડરથી યુવતીએ આપેલ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતાં અને તેનો ફોન બ્લોક કરી દીધો હતો. બાદમાં દિલ્હીથી પોલીસ ઇન્સપેક્ટર ગુડ્ડુ શર્માની ઓળખ આપીને અજાણયા નંબર પરથી ફોન આવ્યો હતો. પોલીસ ફરિયાદની ધમકી આપીને રૂપિયા 3 લાખ પડાવ્યા હતાં. 13મી ઓગસ્ટના દિવસે સતીષ નામના વ્યક્તિએ ફોન કરીને તેણે આ વીડિયો ગુડ્ડુ પાસેથી મેળવ્યો હોવાનું જણાવી જો રૂપિયા 1 લાખ નહીં આપે તો ફરિયાદ દાખલ કરાવી દેવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ તેને પણ 1 લાખ રૂપિયા આપ્યા હતાં.

80 લાખ રૂપિયા પડાવ્યાં

14મી ઓગસ્ટના દિવસે દિલ્હી સાયબર ક્રાઇમથી પોલીસ ઇન્સપેક્ટર ગૌસ્વામીની ઓળખ આપીને ફોન આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, રીયાએ સ્યૂસાઇડ કરવાની કોશિશ કરી છે. જે હાલ હોસ્પિટલમાં છે. તેણે આત્મહત્યા કરવાનું કારણ તમારું નામ જણાવ્યું છે. જો તમારે આ કેસમાંથી બચવું હોય તો હું કહું તે પ્રમાણે પૈસા ટ્રાન્સફર કરી દો, નહીં તો તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને તમને અટક કરવા પડશે. આ સાથે તમારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ. તેમ કહીને ફરિયાદી પાસેથી 80 લાખ 77 હજાર રૂપિયા પડાવી લીધા હતાં.

આ પણ વાંચોઃ ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં

18 લાખ રૂપિયા પડાવી લીધા

ત્યારબાદ સીબીઆઇ ઓફિસર સંદીપ શર્મા નામની વ્યક્તિની ઓળખ આપીને ફરિયાદી પર ફોન આવ્યો હતો અને વીડિયો ક્લિપ તેમની પાસે છે. યુવતીના પરિવારજનો હાલ ફરિયાદ કરવા માટે આવ્યાં છે. જો તમારે કેસથી બચવું હોય તો હું કહું તે પ્રમાણે રૂપિયા આપવા પડશે, તેમ કહીને રૂપિયા 18 લાખ 50 હજાર પડાવી લીધા હતાં. જો કે, આ ગઠિયાએ તો યુવતીના માતાનું 100 રૂપિયાના સ્ટેમ્પ પર ફરિયાદ પરત ખેંચી લીધી હોવાનું એફિડેવિટ પણ વોટ્સઅપમાં મોકલી આપ્યું હતું.

વધુ રૂપિયાની માંગણી કરી

એટલું જ નહીં, કેટલાક દિવસ બાદ દિલ્હી સીબીઆઇમાંથી વિક્રમ ગૌસ્વામી નામના વ્યક્તિની ઓળખ આપીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સંદીપ શર્માએ જે રૂપિયા પડાવ્યાં છે, તે ફ્રોડ હોવાનું કહીને યુવતીએ સ્યૂસાઇડ કર્યુ છે. તેની ફરિયાદ ખરેખર અમારી પાસે છે. જો તમારે ધરપકડથી બચવું હોય અને ઇજ્જત બચાવવી હોય તો અમે કહીએ તેમ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. અમે અમારા ખાતાના દરેક અધિકારીને રૂપિયા આપીને એફઆઇઆર દફતરે કરીશું. તેમ જણાવી ફરિયાદી પાસેથી 29 લાખ 35 હજાર પડાવ્યા હતા.

પરિવારજનોએ વૃદ્ધ સામે ફરિયાદ કરી

બાદમાં 23મી નવેમ્બરે જયપુરથી અશોક નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરી છે. તમારી ધરપકડ કરવી પડશે અને 12 માણસોની ટીમ નીકળી ગઈ છે અને મોબાઇલમાં સાયરનનો અવાજ પણ સંભળાવ્યો હતો. આમ પોલીસનો ખર્ચો, યુવતીના કુટુંબીજનોને વળતર તેમજ કેસ પૂરો કરવાના બહાને ફરિયાદી પાસેથી 19 લાખ 70 હજાર પડાવી લીધા હતાં.

આ પણ વાંચોઃ સુરતના વેપારી સાથે હનીટ્રેપ, લાખ્ખો રૂપિયા પડાવ્યાં

અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા મોકલ્યા

3મી ડિસેમ્બરના દિવસે પોલીસ ઇન્સપેક્ટર અર્જુન મીના નામથી ફોન આવ્યો હતો અને કેસ પૂરો થયો હતો. તેમના કુટુંબીજનોને સમાધાનના કોઇ રૂપિયા મળ્યાં નથી. હાલ મારી પાસે આવીને ફરિયાદ આપી તમારી ધરપકડ કરવા માટે જણાવે છે. આ કેસની તપાસ ગુજરાત પોલીસ પણ કરી રહી છે. તેમ કહીને જો ધરપકડથી બચવું હોય તો અને સમાધાન કરવું હોય તો રૂપિયા 1 કરોડ 15 લાખની માંગણી કરી હતી. જે ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં. 13મી ડિસેમ્બરે દિલ્હી પોલીસના ડીઆઇજી તાહીર બોલી રહ્યો હોવાની ઓળખ આપીને ફરિયાદી પાસેથી લગભગ 2 લાખ 10 હજાર પડાવી લીધા હતાં. આમ, અલગ અલગ પોલીસ અધિકારીની ઓળખ આપીને જુદા જુદા બહાના હેઠળ ફરિયાદી પાસેથી રૂપિયા 2 કરોડ 69 લાખ 32 હજાર પડાવી લેતા અંતે કંટાળીને ફરિયાદીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad cyber crime, Ahmedabad news, Video viral

أحدث أقدم