Wednesday, January 11, 2023

સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

આઇસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા માણનાર દીપીએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી છથી વધુ ફ્લેવરની પાણીપુરી ખાધી છે, પરંતુ પ્રથમવાર આઈસ્ક્રીમ પાણીપુરી ખાઈને મજા આવી ગઈ છે. આઇસ્ક્રીમ પાણીપુરીમાં ઠંડો, ગરમ, ખાટો, મીઠો તમામ પ્રકારના સ્વાદ આવે છે. હું પાણીપુરીની શોખીન છું. પરંતુ આજ દિન સુધી આવી પાણીપુરી ખાધી નથી. એટલું જ નહીં, આઈસ્ક્રીમ વડાપાંવ પણ ખાવાની મજા આવી ગઈ છે. ક્યારેય વિચાર્યું નહોતુ કે આઈસ્ક્રીમના પણ ભજીયા બનશે!’