હવામાન વિભાગનું એલર્ટઃ ઉત્તર ભારતના આ રાજ્યોમાં કૂલફી બનાવી દે તેવી ઠંડી પડશે

Weather Forecast Today: નવી દિલ્હીઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના ઘણાં રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાવાનો છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશની સાથે હિમાચલપ્રદેશ, લદ્દાખ અને કાશ્મીરમાં પણ આજે તથા આવતીકાલે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ રીતે હવામાનનો ડબલ અટેક લોકો પર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે વાતાવરણમાં પલ્ટો આવતા ગુજરાતમાં પણ ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં કોલ્ડ વેવનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો પંજાબથી લઈને રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં કડાકા સાથે ઠંડી પડવાની આગાહી કરાઈ છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટઃ ઉત્તર ભારતના આ રાજ્યોમાં કૂલફી બનાવી દે તેવી ઠંડી પડશે

હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી પણ કરી છે. ઉત્તર અને મધ્યપ્રદેશના વિસ્તારમાં કડાકા સાથે ઠંડી પડશે. લોકોના જનજીવન પર પણ તેની ખરાબ અસર પડી રહી છે. ધૂમ્મસના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના ઘણાં રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાશે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશથી લઈને હિમાચલપ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યુું છે. રાજધાની દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે. ધૂમ્મસના કારણે રોડ, રેલવે અને હવાઈ વ્યવહાર પર તેની અસર પડશે.

” isDesktop=”true” id=”1318426″ >

હિમાચલમાં હિમવર્ષાથી ઠંડીનો ચમકારો વધશે

હિમાચલપ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની આગાહી કરાઈ છે, અહીં ઘણાં જિલ્લામાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. લાહૌલ સ્પીતિ, કુલ્લૂથી લઈને ચંબા અને હિમાચલની ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષા થવાની આગાહી છે. રાજ્યની રાજધાની શિમલામાં પણ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

Published by:Tejas Jingar

First published:

Tags: Ahmedabad Weather Forecast, India Weather Updates, Snowfall, Weather update

أحدث أقدم