Monday, January 9, 2023

કૃષ્ણનગરમાં થોડા દિવસ પહેલાં થયેલા હુમલામાં ચાર આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં જ યુવકો પર જીવલેણ હુમલો કરી કારમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી નિવૃત પોલીસકર્મીનો જમાઈ હોવાનું ખૂલ્યું છે. જો કે, આ બનાવમાં બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં નિર્દોષ યુવકોને માર મારવામાં આવ્યો છે.

પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

કૃષ્ણનગર પોલીસે હરીશચંદ્ર ઉર્ફે હરિ વાઘેલા, યશપાલ વાઘેલા, પરાક્રમ ઉર્ફે લાખો વાઘેલા, જોગેન્દ્ર ઉર્ફે રાજા ઝાલાની નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ બે દિવસ પહેલાં કેટલાક નિર્દોષ યુવાનોને ઢોરમાર માર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, અન્ય એક વ્યક્તિ સાથે પોતાની અદાવતના ડરથી કઈ પણ જાણ્યા વગર રસ્તેથી પસાર થતા જ તેમની ઉપર હુમલો કરી નાંખ્યો.

થોડા દિવસ પહેલાં હુમલો કર્યો હતો

થોડા દિવસ પહેલાં નરોડાના હરિદર્શન ચાર રસ્તા પાસેથી પસાર થઈ સાંઈ ચોક વિસ્તારમાંથી કાર લઈ નીકળેલા યુવકો મોજ મસ્તીથી નાસ્તો કરવા જતાં હતાં. જો કે, તે દરમિયાન પકડાયેલા ચારેય આરોપીઓ ત્યાં બેઠેલા હતા. કારની અવરજવર જોઈ ઉશ્કેરાઈને કારનો કાચ તોડી નાંખ્યો હતો અને ત્યારબાદ દૂર જઇ કારને નુકશાન થયેલાનું જોતા યુવકો ફરી બનાવ સ્થળે આવ્યા અને કઈ પણ સમજે તે પહેલાં જ તેમની પણ તલવાર, પાઇપ સહિત હથિયારો વડે હુમલો કરી કારમાં સવાર 3 યુવકોને લોહી લુહાણ કરી નાંખ્યા હતા. હાલમાં ત્રણ યુવકોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ બાપુનગરમાં નજીવી બાબતે વિવાદ થતા એક વ્યક્તિની હત્યા

અંગત અદાવતમાં હુમલો કર્યો

આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી હતી કે, અદાવતનો બદલો લેવા માટે હુમલો કરવાની ફિરાકમાં રહેલા આ ચારેય આરોપીઓ હુમલો કરવાના હતા. પરંતુ આ યુવક ઉપર હુમલો કરી જીવનું જોખમ ઊભો કરી દીધું. હાલમાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર ઘટના મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. જો કે, મોડી રાત્રે સૂમસામ રસ્તા પણ કારમાં તોડફોડ કરીને યુવકોને બેફામ માર મારી રહેલા આ આરોપીઓને જાણે કે પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.