અમદાવાદના સોલામાં થયેલી હત્યા મામલે મોટો ખુલાસો, સીસીટીવી ફૂટેજે ભેદ ઉકેલ્યો
પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી
શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી મળી આવેલી લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે, તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નિશાનો મળી આવ્યા હતાં. જેથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એવામાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતાં. જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કિંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.આ પણ વાંચોઃ રાજકોટમાં ભાજપના આગેવાનને ધમકી આપનારની ધરપકડ
સીસીટીવી ફૂટેજે ભેદ ઉકેલ્યો
પોલીસે વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવીણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેના બદલામાં તેઓને રૂપિયા 50 હજાર મળવાના હતાં. જેથી તેમણે રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સિટીથી હેબતપુર તરફ જતાં બ્રિજ પાસે લઇ ગયાં હતાં. ત્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પર ફેંકીને ફરાર થઇ ગયાં હતાં. જો કે, સીસીટીવી ફૂટેજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
પ્રેમિકાના ભાઈએ જ સોપારી આપી હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેના ભાઇએ આ સોપારી આપી હતી અને આરોપીઓએ રાજેન્દ્રને માર મારવાનો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે. યુવતીના ભાઇનો સંપર્ક આરોપીઓ સાથે કોણે કરાવ્યો હતો. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime news, Ahmedabad Murder, Ahmedabad Murder news, Ahmedabad news
Post a Comment