ભાજપનાં કોર્પોરેટરના પતિની હત્યાના કેસમાં ક્યા ભાજપ સમર્થક નેતા સામે નોંધાઈ ફરિયાદ ? કેમ બંધાયું હતું વેર ?

અમદાવાદઃ વિરમગામમાં ભાજપનાં મહિલા કોર્પોરેટર સોનલબેનના પતિ હર્ષદ ગામોતની હત્યાના કેસમાં 7 લોકો સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ કેસમાં ભાજપ સમર્થક અને વોર્ડ નબર 2ના અગ્રણી ભરત કાઠી ઉપરાંત 6 લોકો સામે ફરીયાદ નોંધાઈ છે.

ભરત કાઠી મૃતક હર્ષદ ભાઈ અને તેમનાં પત્નીને જાનથી મારી દેવાની ધમકી આપતો હતો.  2021ની નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે હર્ષદભાઈ અને તેમનાં પત્ની ચૂંટણી લડતાં વેર બંધાયું હતું. 15 વર્ષ પહેલાં મૃતક હર્ષદ ભાઈ અને આરોપી ભરત કાઠી વચ્ચે વ્યાપારિક સંબધો હતાં. વેપારમાં છૂટા પડયા બાદ પણ બન્નેનાં સંબધોમાં તિરાડ પડી હતી.

સોનલબેને ચૂંટણી જીતતાં વર્ચસ્વની લડાઈ બાબતે વેર બંધાયું હતું.   કાઠીએ ધમકી આપ્યાં બાદ ગઇકાલે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ફરિયાદમાં આરોપ મૂકાયો છે. પોલીસ ફરિયાદમાં ભરતભાઇ કાઠી , પ્રવિણ જીલુભાઇ કાઠી, ભાભલુભાઇ સોમાભાઇ કાઠી, અજીત ભરતભાઇ કાઠી, એભલ મેરૂભાઇ કાઠી, રાજુ રૂષિ અને ચકાભાઇ મૂળજીભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાઇ છે.