અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓનું હવે આવી જ બનશે

અમદાવાદઃ અમદાવાદીઓ ખાવા પીવાના કેટલા શોખીન છે, પરંતુ કેટલાક ખાણીપીણીનો ધંધો કરનારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. આ ચેડા કરનારા લોકોને પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્થળ પર જ 8 જાતના ટેસ્ટ કરી શકાય તેવી કિટ સાથે સજ્જ થઈ ગયું છે. જેમાં સ્થળ પર જ દૂધ અને દૂધની બનાવટ સહિતની તળીને બનાવવામાં આવતી વસ્તુઓની તપાસ કરી શકાશે. ફૂટ સેફ્ટી માટે AMC દ્વારા ખઆસ મેજિક બોક્સ બનાવવામાં આવ્યું છે.

નવગુજરાત સમયના રિપોર્ટ્સ પ્રમાણે ખાદ્યપદાર્થનું વેચાણ કરતા અને શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોનું આવી બનશે, AMCના ફૂડ વિભાગને 8 પ્રકારના ખાદ્યપદાર્થોના ટેસ્ટિંગ માટે સજ્જ કરવામાં આવ્યું છે. આ કિટની મદદથી રેસ્ટોરન્ટ, હોટલ, લારીઓ પર ખાણીપીણીનો ધંધો ચલાવતા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. આ સાથે મિઠાઈ અને ફરસાણનો વ્યવસાય કરનારા તથા દૂધની બનાવટ કરનારા અને ડેરી પ્રોડક્ટ બનાવનારા લોકો ગેરરીતી આચરશે કે બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ તૈયાર કરશે તો તેમની સામે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હવે ઈન્ડિગોમાં એર હોસ્ટેસ સાથે મારામારી, નશામાં ધૂત 3 મુસાફરોનું કેપ્ટન સાથે ખરાબ વર્તન

ઘણી વખત એવું બનતું હતું કે દિવાળી, દશેરા, નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં દરોડા પાડીને તપાસ કરવા માટે સેમ્પલ લેવામાં આવતા હતા પરંતુ જે નવી કિટ આવી છે તેના આધારે સ્થળ પર જ ખાદ્યપદાર્થોની તપાસ કરીને વેચાણ કરી રહેલા વેપારી સામે જરુરી પગલા ભરી શકાશે.

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય અને તેમને ભેળસેળ વગરનો આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે કેન્દ્ર સરકારના ફૂડ એન્ડ સેફ્ટી મંત્રાલય દ્વારા કેટલાક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. આ સ્ટાન્ડર્ડ જળવાય તે માટે AMCની ફૂડ વિભાગની ટીમને સજ્જ કરવામાં આવી છે.

ફૂડ વિભાગના એડિશનલ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન જોશીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી અમને 4 જેટલી ટેસ્ટિંગ કિટ મોકલવામાં આવી છે, જેની મદદથી ફૂડ ઈન્સ્પેક્ટર્સ સ્થળ પર ખાણીપીણીના નમૂના લઈને તપાસ કરી શકશે. જેમાં ખાદ્યપદાર્થ અપ્રમાણિત જાહેર થશે તો સ્થળ પર જ વેપારી સામે કાર્યવાહી કરી શકાશે. ડૉ. ભાવિને વધુમાં જણાવ્યું કે, અગાઉ ફરસાણના વેપારીઓ તળવા માટે વપરાતા તેલનો વધુ પડતો ઉપયોગ કરતા હોવાથી તેલની ચકાસણી માટે આધુનિક સાધનો વિકસાવવામાં આવ્યા છે.

મેજિક કિટનો ક્યાં ઉપયોગ કરી શકાશે?

AMCના ફૂડ વિભાગને જે મેજિક કિટ મળી છે તેનો ઉપયોગ દૂધ અને દૂધની બનાવટ, ફેડ એન્ડ ઓઈલ (તેલ), સ્વિટનિંગ એજન્ટ્સ, ફૂડ ગ્રેઈન અને તેની બનાવટ, ફળ અને શાકની બનાવટ, મરી-મસાલા મીઠું, ઠંડી પીણાની ચકાસણી કરી શકાશે.

” isDesktop=”true” id=”1316391″ >

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોડ સામે ફક્ત 11 જેટલા જ ફૂડ ઈન્સ્પેક્ટર છે જે પણ એક મોટો સવાલ છે કે લોકોના આરોગ્યની ચિંતા માટે જરુરી સંખ્યામાં ભરતીઓ કરવામાં આવે તે પણ જરુરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Ahmedabad news, અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદના સમાચાર, ગુજરાતી સમાચાર

Previous Post Next Post