રેહાન ચૌધરી ગુજરાતનાં સૌથી યુવા ડિરેક્ટર
બોલીવુડના જાણીતાં અને ગુજરાતનાં સૌથી યુવા ડિરેક્ટર રેહાન ચૌધરીએ આ ફિલ્મની સ્ટોરી જુદા જ વિષય સાથે લખી અને ડિરેક્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, તેમની લાસ્ટ ગુજરાતી ફિલ્મ ‘ધુઆધાર’ સુપર હીટ રહી હતી. અલગ જ વિષય પર બનેલી આ ગુજરાતી ફિલ્મ દર્શકોને એક મનોરંજનનો અલગ જ અનુભવ કરાવશે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હવે સારી સારી ફિલ્મો આવી રહી છે. લોકો હવે ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષાઈ પણ રહ્યા છે.આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક દિગ્ગજે છોડી દીધો શો!
35 દિવસમાં અમદાવાદમા શૂટ થઈ ફિલ્મ
અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ આ ફિલ્મમાં જોવા મળશે. અમદાવાદના રિવરફ્રન્ટ અને પોળની વિવિધ જગ્યાઓ આ ફિલ્મમાં જોવા મળશે. આ અંગે ફિલ્મ ડિરેક્ટર રેહાન ચૌધરીએ જણાવ્યું કે, શર્મન જોશી પ્રોડક્શન દ્રારા ગુજરાતી ફિલ્મ બનાવવાનો નિર્ણય આજથી 1 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્ટોરી તૈયાર થયા બાદ શર્મન જોશીએ જાતે આ ફિલ્મમાં રોલ કરવાનું વિચાર્યુ હતું. ગોલમાલ, 3 ઈડિયટ અને અન્ય ફિલ્મોમાં ધમાકેદાર પર્ફોમન્સ આપ્યા બાદ કોમિક ગુજરાતી ફિલ્મ કોન્ગ્રેચ્યુલેશનમાં શર્મન જોષી હટકે અંદાજમાં જોવા મળશે. જેનું પોસ્ટર સૌને પસંદ આવી રહ્યું છે.
આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાના મમ્મી પણ આવ્યા મેદાનમાં, સંબંધ અને અકસ્માતને લઈને કરી દીધી મોટી વાત
પોસ્ટરમાં શર્મન જોશીનો હટકે અંદાજ
‘રંગ દે બસંતી’ ફિલ્મ એક્ટર શર્મન જોશી આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે જે પ્રેગનેન્ટ હોય છે. ફિલ્મનાં પોસ્ટરમાં શર્મન જોશી પીળા રંગની ટીશર્ટમાં સ્પેશિયલ મેસેજ સાથે જોવા મળે છે. જેમાં લખ્યું છે કે, પેરેન્ટહુડ હેઝનો જેન્ડર આ મેસેજ દ્રારા ફિલ્મ અલગ જ સબ્જેક્ટ સાથે પ્રેઝન્ટ થશે જેને લઈને ફિલ્મ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. બેઝિકલી આ ફિલ્મ ફેમિલી ડ્રામા હશે અને તે પરિવારનાં તમામ લોકો સાથે બેસીને જોઈ શકે તેવી હશે. ફિલ્મ ‘કોન્ગ્રેચ્યુલેશન’માં શર્મન જોશી સાથે માનસી પારેખ ગોહિલ પણ જોવા મળશે. આ સાથે જ જયેશ બારબહ્યા, અમી ભયાણી, અર્ચન ત્રિવેદી અને સ્વાતિ દવે જેવાં અનેક કલાકારો પણ જોવા મળશે. ડિરેકટર રેહાન ચૌધરી દ્રારા લખવામાં આવેલી આ ફિલ્મ 3જી ફેબ્રુઆરીએ રિલિઝ થશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarati film industry, Gujarati movie, Gujarati movies