Monday, January 16, 2023

ઓસિન આલે નામની એર હોસ્ટેસનું નેપાલ પ્લેન ક્રેશમાં નિધન, છેલ્લો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

Yeti Airlines Plane Crash: નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે આ દુર્ઘટનાની કેટલીક મિનિટ પહેલાંનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, વિમાન બેલેન્સ ગુમાવી રહ્યુ છે. જેની કેટલીક મિનિટ બાદ વિમાન ખાડીમાં પડ્યું હતું અને 68 લોકોના મોત નીપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન માત્ર બે અઠવાડિયા પહેલાં નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીએ ચીનની સહાયથી બનેલા પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પોખરાનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સાથે જોડાણ થઈ ગયું છે.

એર હોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત

આ અકસ્માતમાં એર હોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત થયું છે. તે જ સમયે, અકસ્માત પહેલા, ઓસિને પ્લેનની અંદરથી એક ટિકટોક વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઓસિન ખૂબ હસતી જોવા મળી હતી. જોકે ઓસિને જરા પણ વિચાર્યું નહોતું કે આ પ્રવાસ તેના જીવનની છેલ્લી યાત્રા હશે. આ અકસ્માતમાં નેપાળની જાણીતી લોક ગાયિકા નીરા છાંટ્યાલનું પણ નિધન થયું છે.એક મહિના પહેલા નીરાએ યુટ્યુબ પર પોતાનો એક નવો વીડિયો અપલોડ કર્યો હતો. લોક ગાયિકા નીરા પોખરામાં આયોજિત કોન્સર્ટમાં હાજરી આપવા જઈ રહી હતી.

Published by:Mayur Solanki

First published:


Related Posts: