જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાય છે કે વેસ્ટ ઝોનની બિલ્ડિંગમાં એક ખુણામાં દારૂની ખાલી બોટલો પડેલી છે. બિલ્ડીંગમાં કેટલીક જગ્યાએ તૈયાર નાસ્તાના પ્લાસ્ટિકના પડીકાં પણ પડેલા દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં ખસીકરણની કામગીરી છતાં શહેરમાં વધી રહી છે શ્વાનની સંખ્યા! મેયરે શું કહ્યું?
શું ઓફિસ છૂટ્યા પછી કરવામાં આવી પાર્ટી?
જે વીડિયો સામે આવ્યો છે તે પછી લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. જેમાં આ દારૂની પાર્ટી કોર્પોરેશનના કર્મચારી દ્વારા જ કરવામાં આવી હતી? શું ઓફિસ છૂટ્યા પછી અહીં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? જેવા સવાલો લોકોને થઈ રહ્યા છે. હવે આ ઘટના સામે આવતા કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ આપવામાં આવી શકે છે.
રાજકોટ-RMCની વેસ્ટ ઝોન કચેરીનો વીડિયો વાયરલ
કચેરીમાં દારૂની ખાલી બોટલ મળી આવી
નશાબાજો બન્યા છે બેફામ !#NewsUpdate #Gujarat #Rajkot #RMC pic.twitter.com/ClMqghi12S— News18Gujarati (@News18Guj) January 19, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarati news, Rajkot city, Rajkot Municipal Corporation, Rajkot News, Rajkot police, RMC, રાજકોટના સમાચાર