એક મહિલા બાળકીનું અપહરણ કરી લઈ ગઈ
ગુજરાત આમ તો, આર્થિક રીતે સધર છે અને અન્ય રાજ્યના લોકો રોજી રોટીની તલાસ માટે ગુજરાત અને ખાસ તો સુરત આવતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશ પોતાની ચાર વર્ષની પુત્રી લઇને અંકલેશ્વર ખાતે લઇને આવ્યા હતા. જોકે ટ્રેનમાં પિતા સુઈ જતા પિતા-પુત્રી સુરત ખાતે આવી પોહચ્યા હતા. જોકે અહીંયા આવ્યા બાદ પિતા પુત્રી સ્ટેશન એક બેચ પર સુઈ ગયા હતા. જોકે એક મહિલા બાળકીને ઉપાડી લઈ ગયા હતા. જોકે પિતા ઊંઘમાંથી ઉઠ્યા બાદ બાળકી નહીં મળતા પોલીસ ફરિયાદ કરી હતી.આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ
પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી કરી
પોસીલમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનમાં રહેલા સીસીટીવી ચેક કરતા આ બાળકીને એક મહિલા ઉપાડી લઇ જતા જોવા મળી હતી. આથી પોસીસે આ મહિલા ઓળખ કરી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. લાંબી પૂછતાજ કરવામાં આવતા આખરે આ મહિલા છેલ્લા 25 દિવસથી બારડોલી ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્યા એક ટીમ મોકલી બાળકી છોડાવી તેનું અપહરણ કરનાર મહિલા ધરપકડ કરી હતી. અને આ દિશામાં આગળની વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Congratulation: ઓહ! શું બોલિવુડ ફિલ્મ ‘રંગ દે બસંતી’નો આ સ્ટાર પ્રેગનેન્ટ છે?
આ કેસમાં એક મહિલા અને યુવકની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, આ મહિલા સાથે અન્ય એક યુવકની પણ અટકાયત કરવામાં આવી છે. આ સાથે સાથે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ લોકો દ્વારા શા માટે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. આ લોકો ભૂતકાળ આવી ઘટનામાં સંડોવાયેલ છે કેમ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ દ્વારા બાળકીને તેના પિતાને સોપવામાં આવી છે. આ સાથે જ શહેરમાં આવા બનાવો ન બને તે માટે સુરત પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kidnapping, Surat crime news, Surat kidnapping, ગુજરાત