https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/9af66f53-08da-4d65-9040-1165297d0191_1673865043087.jpg
જામનગર12 મિનિટ પહેલા
- કૉપી લિંક

શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે દરેક તહેવારોની ઉજવણી ઘણી મહત્વપૂર્ણ હોય છે. દિવ્યાંગજન અધિનિયમ-2016 એક્ટ મુજબ વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે ગત તા.13 જાન્યુઆરીના રોજ બી.આર.સી. ભવન, દરેડ ખાતે આ.ઈ.ડી. યુનિટના શિક્ષકો દ્વારા જામનગર તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે પતંગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં 50 બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો. દિવ્યાંગ બાળકો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય એ છે કે જેથી બાળકોને દરેક તહેવારોની ઓળખ થાય, અને બાળકોમાં સામાજિક વિકાસની ભાવના વધે.

આ કાર્યક્રમને સફળ બનાવવા આ.ઈ.ડી. કોર્ડીનેટર હેમાંગીબેન દવે અને બી.આર.સી. કોર્ડીનેટર પ્રજ્ઞાબેન લીંબડે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે બાળકો અને વાલીઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું.
