રજા હોવાથી ફરવા ગયા હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ લોકો ડેમ પર ફરવા માટે આવ્યાં હતા. જૂનાગઢના માળિયા હાટીનાના ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યાની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવક અને એક યુવતીનું મોત થયું હતું. જ્યારે એકની શોધખોળ બાદ મળી આવ્યો છે. ભાખરવડ ડેમમાં ડૂબી જતાં સગા ભાઈ બહેન સહિત 3ના મોત થયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો.
બહેનને બચાવવા જતા ભાઇનું પણ મોત
ઉત્તરાયણની રજામાં એક યુવતી અને 3 યુવક ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ સમયે સેલ્ફી લેવા જતા બહેન પાણીમાં પડી હતી. જેને બચાવવા જતાં તેનો ભાઈ પાણીમાં કૂદ્યો હતો. આ ભાઇ બહેનને બચાવવા માટે અન્ય બે યુવાનો પણ બચાવવા માટે પાણીમાં કુદ્યા હતા. આ ગોઝારી ઘટનામાં ભાઇ-બહેન સહિત ત્રણનાં મોત થયા છે અને એક સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસે ગરીબોને ધાબળા ઓઢાડ્યા
ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભાખરવડ ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના થયા મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યારે એક સારવાર હેઠળ છે.
મૃતકના નામ
હેતલબેન રમેશગીરી ભિખનગીરી મેઘનાથી (ઉં.વ 17, રહે. થલી તા. કેશોદ)
જીતેન્દ્રગીરી રમેશગિરી મેઘનાથી (ઉં.વ 21, રહે. થલી તા. કેશોદ)
દીનેશપરી કાળુપરી ગોસ્વામી, (ઉં.વ 22 રહે. બુધેચા તા. માળીયા હાટીના)
સારવાર હેઠળ
ચેતનપરી કાળુપરી ગોસ્વામી (ઉં.વ 25, રહે. બુધેચા તા. માળીયા હાટીના)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર