અમદાવાદના 5 વિદ્યાથીઓએ બાજી મારી
ફાઈનલના રિઝલ્ટમાં ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાથીઓએ બાજી મારી છે. જેમાં વેદાંત મનીષએ ઓલ ઈન્ડિયા ટોપ 4માં સ્થાન મેળવ્યું છે. જ્યારે ઓલ ઈન્ડિયાનું પરિણામ 11.09 ટકા આવ્યું છે. ઓલ ઇન્ડિયા લેવલની વાત કરવામાં આવે તો 29,242 વિદ્યાર્થીઓ પૈકી 3,243 વિદ્યાર્થીઓ પાઠશાળા 11.9% પરિણામ આવ્યું છે. સીએ પરીક્ષામાં ટોપ 50માં અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ઇન્ટરમીડીયેટની વાત કરવામાં આવે તો અમદાવાદના 1200 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 240 વિદ્યાર્થીઓ પાસ થતાં 20 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલ પર ઇન્ટરમીડિયેટનું પરિણામ 12.72 ટકા આવ્યું છે. ટોપ 50માં અમદાવાદના છ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.
આ પણ વાંચો: 30 ટકાથી ઓછું રિઝલ્ટ ધરાવતી સ્કૂલોએ બાળકોને 45 મિનિટ વધુ ભણાવવું પડશે
‘કોવિડના સમયમાં વર્ચુઅલ ક્લાસીસમાં મને ખૂબ તકલીફ પડી હતી’
વેદાંત ક્ષત્રિયનું કહેવું છે કે, શરૂઆતના દિવસોમાં 8થી 9 કલાક વાંચન કરતો હતો. પરંતુ પરિક્ષાના છેલ્લા મહિનામાં તેણે મહેનત 13થી 14 કલાકની કરી દીધી હતી. કોવિડના સમયમાં વર્ચુઅલ ક્લાસીસમાં મને ખૂબ તકલીફ પડી હતી. કારણ કે 12 ધોરણ પછી સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમાં ઓફલાઈન મોડમાં જ અભ્યાસ કર્યો હતો. જોકે, ધીરે-ધીરે ફાઈનલમાં મે વર્ચ્યુઅલી અભ્યાસની ટેવ પાડી હતી. ફેમિલીના સપોર્ટ વગર મારા માટે ટોપ થવું અઘરું હતું. એક સમય એવો આવ્યો હતો કે, મારે છોડી દેવું છે. બીજા પ્રયાસમાં હું ફાઈનલ પરીક્ષા આપીશ, તેમ થતું હતું.
‘મારા પિતાનું અધુરું સપનું પુરું કર્યું’
ઓલ ઈન્ડિયામાં 8મા ક્રમે આવેલા યશ જૈનએ જણાવયું કે, મેં મારા પિતાનું અધુરું સપનું પુરું કર્યું છે. તેમને સીએ થવાનો ગોલ હતો, જે મે પૂરો કર્યો છે. હું ક્યારેય ઘડિયાળ જોઈને વાંચતો નથી. હું વાંચવાનો ગોલ નક્કી કરીને વાંચન કરતો હતો. મોબાઈલથી દૂર રહેવું અઘરું છે. પરંતુ ફોનનો સદઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ટોપર્શે પોતાનો સક્સેસ મંત્ર જણાવતા કહ્યું કે, પ્લાનિંગથી વાંચન કરી સફળતા હાસલ કરી શકાય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News