https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/a075200e-6576-4915-a07f-bf0a3024e596_1674113387157.jpg
બોટાદ5 મિનિટ પહેલા
બોટાદ જિલ્લામાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વને લઈ પરેડ ને લઈ કરવામાં આવી રહ્યું છે રિહર્સલ અલગ અલગ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશના પ્લાન્ટુન સહિત કરવામાં આવી રહ્યું છે પરેડનું રિહર્સલ તો સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રિહરસલ કરવામાં આવી રહ્યું છે. ડોગ તેમજ અશ્વ દ્રારા પર કરતબ ને લઈ કરાયું રિહર્સલ.

બોટાદ જિલ્લામાં 26 જાન્યુઆરી 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીને લઈ બોટાદ શહેરના હળદર રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વને દિવસે યોજાનાર પરેડને લઈ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસ દ્વારા પરેડને લઈ અપાઈ આખરી ઓપ રહી છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ બોટાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ આવનાર હોવાથી તેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે અલગ અલગ પ્લાટુન જેમાં અલગ અલગ જિલ્લાના પોલીસ, તેમજ હોમગાર્ડ જવાન, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ, ડોગ સ્કોડ તેમજ અશ્વ સવાર જવાનો સહિત પોલીસ બેન્ડ દ્વારા તૈયારીના ભાગરૂપે પરેડ કરાઈ રહી છે.

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની તૈયારીના ભાગરૂપે ડોગ દ્વારા કરાતી અદ્ભુત કામગીરી તેમજ અશ્વ દોડ સહિત તેમના કરતબ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. તેની તૈયારી પણ પૂરજોશમાં કરાઈ રહી છે. તો પરેડ સાથે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ અલગ અલગ શાળાના વિધાર્થીઓ ભાગ લેવાના હોવાથી પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની હોવાથી જેને લઈ વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદમાં થવાની છે. જેમાં હાલ પરેડના ચાલતા રિહર્સલમાં કુલ 28 પ્લાટૂંન છે. જેમાં 30 અધિકારી 1013 જવાનો, 400 મહિલા સહિત પરેડ કમાન્ડો તરીકે આઈ. પી. એસ. અધિકારી મુકવામાં આવેલા છે. તો 25 જાન્યુઆરીના રોજ બૉમ્બ સ્કોડ તેમજ પોલીસ દ્વારા વપરાતા હથિયારોનું પ્રદર્શન પણ લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.