જામનગર6 મિનિટ પહેલા
- કૉપી લિંક

- નવા વર્ષના આગમનને અનુલક્ષીને શહેર તેમજ ધોરીમાર્ગો પર પોલીસની કાર્યવાહી
જામનગરમાં નવા વર્ષના આગમનને અનુલક્ષીને પોલીસે માર્ગો પર કાર સહિતના વાહનોનું ચેકીંગ કર્યું હતું. આ દરમ્યાન વાહનોની ડેકી અને કાગળોની ચકાસણી કરવામાં આવી હતી. જામનગરમાં શનિવારે 31 ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.
શહેરના મુખ્ય માર્ગો તેમજ ધોરીમાર્ગો પર એલસીબી, એસઓજી, સિટી-એ, બી, સી ડિવિઝન તેમજ પંચકોશી-એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ કરાયું હતું. શહેરમાં આવેલી હોટલો તેમજ શહેરની આજુબાજુમાં આવેલા ફાર્મહાઉસ તથા અન્ય રેસ્ટોરન્ટ, હોટલો પર પણ પોલીસે વોચ ગોઠવી હતી. સવારથી અંબર ચોકડી, સુભાષબ્રિજ પર પોલીસ દ્રારા ટ્રાફીક ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં વાહનોને સાથે રાખવાના જરૂરી કાગળો, મોટરોમાં કાળી ફિલ્મ કાઢવા ઉપરાંતની કાર્યવાહી કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે…