Wednesday, January 11, 2023

China : Corona Record Death Satellite Image, Cases Reality Check

Satellite Image : કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે, એવી સ્થિતિ સર્જાઈ છે જે કોરોનાના શરૂઆતના વર્ષોમાં પણ નહોતી જોવા મળી. ચીનમાં હાલ અનેક રેકોર્ડ બની રહ્યા છે, રેકોર્ડ કેસ આવી રહ્યા છે, રેકોર્ડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ચીન ‘રેકોર્ડ’ માનવાનો જ ઈન્કાર કરી રહ્યું છે. આંકડાઓ એવી રીતે છુપાવવામાં આવી રહ્યા છે કે વાસ્તવિક પરિસ્થિતિ સમજવી વિશ્વ આરોગ્ય સંસ્થા માટે પણ એક પડકાર બની ગયું છે. પરંતુ હવે સેટેલાઇટ તસવીરો સામે આવી છે જેને ચીનની પોલ ખોલી નાખી છે. સામે આવેલી તસવીરોમાં સ્મશાનની બહાર લાંબી કતારો દેખાઈ રહી છે જેથી રેકોર્ડ મોતનું સત્ય સામે આવી રહ્યું છે.

એક દિવસમાં કુલ 5000 મૃત્યુ ને ચીને દેખાડ્યા અત્યાર સુધીમાં 5000ના મોત!!! 

હવે આ ચિંતાજનક ટ્રેંડ વચ્ચે ચીનની આંકડા છુપાવવાની બીમારી તે રીતે સમજી શકાય કે તે હજી પણ દાવો કરી રહ્યું છે કે દેશમાં માત્ર 5,200 લોકો જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ચીનના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાએ પ્રવેશ કર્યો ત્યારથી આ વાયરસને કારણે માત્ર 5,200 લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ ચીનના આ દાવાઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા જારી કરાયેલા પ્રેજન્ટેશન એ દર્શાવવા માટે પૂરતા છે કે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે, જમીન પર અરાજકતા છે. એજન્સીઓ અનુસાર વર્તમાનમાં ચીનમાં દરરોજ 5000 લોકોના મોત થઈ રહ્યા છે. આ તમામ મોત કોરોનાના કારણે થઈ રહ્યા છે. હવે એક તરફ કુલ મૃત્યુ 5000 છે અને બીજી તરફ એક દિવસમાં આટલા જ મૃત્યુ. આંકડાઓનો આ તફાવત એ કહેવા માટે પૂરતો છે કે ચીન હજુ પણ આ ખતરાને સમજી શક્યું નથી અને તે દુનિયા આખીને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યું છે.

મેક્સર ટેક્નોલોજીસ દ્વારા શેર કરાયેલા સેટેલાઇટની તસવીરોમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. બેઇજિંગ બોર્ડર પાસે એક નવી સ્મશાન ભૂમિ બનાવવામાં આવી છે, કુનમિંગ, નાનજિંગ, ચેંગડુ, તાંગશાન અને હુઝોઉ જેવા સ્થળોએ સ્મશાનની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ચીનની આરોગ્ય સેવાઓ પડી ભાંગી હોવાના પુરાવા પણ મળ્યા છે. દર્દીઓ માટે પથારીઓ નથી, જરૂરી દવાઓ ખૂટી પડી છે અને ભીડ વધી જ રહી છે. હવે ચીનમાંથી બહાર આવેલી આ સેટેલાઇટ તસવીરો હકીકત દર્શાવી રહી છે. જ્યારે ચીનની જિનપિંગ સરકારે કેટલીક એવી ભૂલો કરી છે જે આ કોરોના વિસ્ફોટ માટે જવાબદાર છે.

live reels News Reels

ચીને એક પછી એક ભૂલ કરી અને લોકો ત્રાહિમામ 

એ સમજવું જરૂરી છે કે થોડા મહિના પહેલા સુધી ચીનમાં ઝીરો કોવિડ પોલિસીનો કડક અમલ થતો હતો. આ એ જ નીતિ છે જેના કારણે કોરોનાનો કેસ સામે આવ્યા બાદ જ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને કડક નિયંત્રણો હેઠળ જીવવાની ફરજ પડી હતી. હવે જ્યારે એ પ્રતિબંધોના બોજથી પરેશાન લોકોએ રસ્તા પર પોતાનો વિરોધ ઉગ્ર બનાવ્યો ત્યારે ચીનની તાનાશાહી સરકારને પણ ઝુકવું પડ્યું. ઝીરો કોવિડ પોલિસીમાં એક પછી એક ઘણી છૂટછાટ આપવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે હવે ચીનમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. એવા ઘણા મૃત્યુ છે જે પહેલા ક્યારેય થયા નથી. આગામી દિવસોમાં રાહત મળે એવો કોઈ અંદાજ સામે નજરે નથી પડી રહ્યો.

Related Posts: