Thursday, January 19, 2023

જીરુંમાં ચીનની નવી ખરીદી અટકી, ઠંડીને કારણે હવે પાકમાં બગાડ ઓછો થશે, ધાણાની ગુણવત્તા સુધરશે | China's new purchase of cumin has stopped, now due to cold weather, crop loss will be reduced, quality of coriander will improve

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • China’s New Purchase Of Cumin Has Stopped, Now Due To Cold Weather, Crop Loss Will Be Reduced, Quality Of Coriander Will Improve

રાજકોટ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સટ્ટાખોરોની ધારણા ખોટી પડી, નવો પાક આવતા જીરુંમાં હજુ ભાવ ઘટવાની સંભાવના

ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆતમાં જીરુંમાં કૃત્રિમ તેજી જોવા મળી હતી. જેને કારણે ભાવ રૂ. 6500ની સપાટી ઉપર પહોંચ્યા હતા. નવા જીરુંની આવક શરૂ થતા હાલમાં આ કૃત્રિમ તેજી પર રોક લાગી ગઈ છે. ભાવ રૂ.6 હજાર સપાટીની અંદર પહોંચ્યા છે. વેપારીઓના જણાવ્યાનુસાર નવા વર્ષના વેકેશનને કારણે હાલ ચીનમાંથી નવી ખરીદી અટકી છે. ઠંડી પડવાને કારણે જીરુંને અનુકૂળ વાતાવરણ થઇ ગયું છે. આથી, હવે પાકમાં બગાડ ઓછો થવાની સંભાવના છે.

સતત ઠંડી પડતા ધાણાની ગુણવત્તા પણ સારી રહેશે. ઠંડી નહિ પડવાને કારણે પાકમાં બગાડ આવશે. અને પૂરતા પ્રમાણમાં માલ નહિ મળે તેવી ધારણાથી સટ્ટાખોરી કરવામાં આવી હતી અને ભાવ ઊંચકાયા હતા. પરંતુ હવે તમામ ધારણા ખોટી પડી છે. ફેબ્રુઆરી અંત સુધીમાં નવી આવક શરૂ થવાની સંભાવના છે. માર્ચ-એપ્રિલ માસમાં આવક વધશે. આથી ભાવ રૂ.5 હજારની સપાટીએ પહોંચે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2700એ પહોંચ્યો, સાઇડ તેલમાં નજીવી વધઘટ
જાન્યુઆરીની શરૂઆતમાં સિંગતેલમાં ભાવ ઊંચકાતા તેલનો ડબ્બો રૂ.2740એ પહોંચ્યો હતો. ત્યારબાદ આખું સપ્તાહ નજીવી વધઘટ ચાલી રહી હતી. નજીવા ભાવઘટાડા વચ્ચે 11 જાન્યુઆરીના રોજ સિંગતેલનો ડબ્બો રૂ.2700એ પહોંચ્યો હતો. જેમાં છેલ્લા કેટલાક દિવસથી રૂ.10નો નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે વધુ રૂ.10નો ભાવવધારો આવ્યો હતો અને સિંગતેલનો ડબ્બો રૂ.2700એ પહોંચ્યો હતો. જ્યારે સાઇડ તેલમાં પણ નજીવી વધઘટ જોવા મળી હતી.

ધાણા, વરિયાળી અને લસણમાં નવી આવક શરૂ
ગત સપ્તાહે નવી વરિયાળીની આવક 3 ક્વિન્ટલ થઇ હતી. જેનો ભાવ રૂ.3111 બોલાયો હતો. મંગળવારે 200 બોરી ધાણાની આવક થઇ હતી. જેનો ભાવ રૂ.1050 થી 1611 ઉપજ્યો હતો. બુધવારે નવા લસણની આવક થઈ હતી. વેપારીઓની ધારણા મુજબ 15 ફેબ્રુઆરી સુધીમાં ગોંડલ યાર્ડમાં 10 હજાર બોરી, બેડી યાર્ડમાં 3 હજાર બોરી અને જામજોધપુર યાર્ડમાં 2 હજાર બોરી સુધીની આવક થઈ શકે છે. ઠંડી પડવાને કારણે જીરુંમાં ઉતારો સારો આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: