CNGના ભાવમાં વધારોઃ નવો ભાવ ₹80ને પાર થઈ ગયો, રિક્ષાચાલકો નારાજ

ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરુ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અદાણી દ્વારા ગેસના ભાવમાં વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતા ગેસ સંચાલિત વાહનોનો ઉપયોગ કરનારા વાહનચાલકોને ઝાટકો લાગ્યો છે. અદાણીએ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસ બાદ અદાણીએ કરેલા ભાવ વધારાના કારણે રિક્ષાચાલકોમાં નારાજગી વધી છે.

અદાણી CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવતા પ્રતિકિલો CNGનો નવો ભાવ 80 રૂપિયાને પાર થઈને 80.34 રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારા પહેલા જૂનો ભાવ 79.34 રૂપિયા હતો. રિપોટ્સ પ્રમાણે, નોંધનીય છે કે રાજ્યા સરકારે CNG પર 10 ટકા વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ હવે અદાણી દ્વારા ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે માટે જે રાહત મળી હતી તેની સામે વાહનચાલકોને વધુ એક ઝાટકો મળ્યો છે.

આ પણ વાંચોઃ CNGના ભાવમાં વધારોઃ નવો ભાવ ₹80ને પાર, રિક્ષાચાલકો નારાજ

અગાઉ ગુજરાત ગેસના ભાવમાં ઝીંકાયો હતો વધારો

પાછલા અઠવાડિયે ગુજરાત ગેસ દ્વારા પણ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જેની સાથે તેનો નવો ભાવ 78.52 રૂપિયા પહોંચી ગયો હતો. આ સિવાય ગુજરાત ગેસે આ દરમિયાન PNGના ભાવમાં પણ વધારો કર્યો હતો, તેમાં 5 ટકાનો વધારો થયો હતો.

ભાવ વધારાથી રિક્ષાચાલકો નારાજ

ગુજરાત ગેસ પછી અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષાચાલકો સૌથી વધુ નારાજ છે. કારણ કે રિક્ષાચાલકો દ્વારા CNG ગેસનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Ahmedabad news, CNG Price, Cng price in ahmedabad

أحدث أقدم