Corona Virus In India : Sentinel Sequencing Reveals Presence Of All Omicron Variants In India

Omicron Sub Variant In India: ભારતમાં ઓમિક્રોનના તમામ વેરિએંટની હાજરી મળી આવી છે. 324 કોવિડ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગથી દેશમાં ઓમિક્રોનના તમામ પેટા વેરિઅન્ટની હાજરી સામે આવી છે. જો કે રાહતની વાત એ છે કે જે વિસ્તારોમાં આ પ્રકારો જોવા મળ્યા હતા ત્યાં કોઈ મૃત્યુદર અથવા કેસમાં વધારો નોંધાયો નથી. 

29 ડિસેમ્બર, 2022 થી 7 જાન્યુઆરી, 2023 સુધીમાં ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) સેન્ટિનલ સાઇટ્સે 22 ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) પ્રયોગશાળાઓને અનુક્રમ માટે 324 કોવિડ-પોઝિટિવ નમૂના મોકલ્યા હતા. જેમાં આ વાત સામે આવી છે.  

આ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગમાં BA.2, BA.2.75, XBB (37), BQ.1 અને BQ.1.1 (5) જેવા તમામ ઓમિક્રોન વેરિઅન્ટની હાજરી સામે આવી હતી. જોકે, જ્યાં જ્યાં આ પ્રકારો જોવા મળ્યાં છે ત્યાં મૃત્યુ દર વધ્યો નથી. તેમજ તેનું ટ્રાન્સમિશન પણ થયું નથી. જે ભારત માટે સારી બાબત છે. 

એરપોર્ટ પર રેન્ડમ પરીક્ષણ

live reels News Reels

દેશના વિવિધ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોરોના ટેસ્ટ 24 ડિસેમ્બર, 2022થી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી 13,57,243 આંતરરાષ્ટ્રીય મુસાફરો વિવિધ એરપોર્ટ પર 7786 ફ્લાઇટ્સ પર ભારતમાં આવ્યા હતા જેમાંથી 29,113 રેન્ડમલી પસંદ કરાયેલા મુસાફરોનું RT-PCR દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ રીતે થયો ખુલાસો

લેવામાં આવેલા કુલ 183 નમૂનાઓનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. ત્યાર બાદ 13 INSACOG પ્રયોગશાળાઓમાં સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. લગભગ 50 સેમ્પલના સિક્વન્સિંગથી ઓમીક્રોન અને તેના અબ વેરિઅન્ટ્સ હોવાની જાણકારી મળી આવી હતી. XBB (11), BQ.1.1 (12) અને BF7.4.1 (1) આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આ નમૂનાઓમાં મળી આવેલા મુખ્ય વેરિએંટ હતા.

દેશમાં કોરોનાની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, આજે સોમવારે દેશમાં કોરોના વાયરસના 170 નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ સક્રિય કેસની સંખ્યા વધીને 2,371 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હવે કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ છે. જ્યારે કોરોનાથી થયેલો કુલ મૃત્યુઆંક 5,30,721 છે.

કેટલું ખતરનાક છે XBB વેરિઅન્ટ? સંશોધનમાં થયા ચોંકાવનારા ખુલાસા, જાણો વિગતે

Omicron Sub Variant In India: ભારતમાં ઓમિક્રોનના તમામ વેરિએંટની હાજરી મળી આવી છે. 324 કોવિડ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગથી દેશમાં ઓમિક્રોનના તમામ પેટા વેરિઅન્ટની હાજરી સામે આવી છે. જો કે રાહતની વાત એ છે કે જે વિસ્તારોમાં આ પ્રકારો જોવા મળ્યા હતા ત્યાં કોઈ મૃત્યુદર અથવા કેસમાં વધારો નોંધાયો નથી. 

Previous Post Next Post