ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં

અમદાવાદઃ ગુજરાતના હાલના ડીજીપી આશિષ ભાટિયા આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થશે તેવું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે આગામી નવા ડીજીપી કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના સિનિયર મોસ્ટ એવા 1987, 1988 અને 1989 બેચના છ આઈપીએસના નામની અટકળ ચાલી રહી છે. આશિષ ભાટીયા જુલાઈ 2020માં ડીજીપી બનાવવામાં આવ્યા હતા. બે વખત એક્સટેન્શન મેળવ્યા પછી 31 જાન્યુઆરીના દિવસે તેઓ નિવૃત થવાના છે. તે પહેલાં ગુજરાત સરકાર નવા ડીજીપીની પસંદગી કરશે.

સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચર્ચામાં

પોલીસ તંત્રમાં ચર્ચા છે કે, 1987 બેચના આઈપીએસ અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મોસ્ટ છે, પરંતુ તેઓ માર્ચ 2023માં નિવૃત્ત થશે એટલે બે મહિના માટે સરકાર તેમને ડીજીપી બનાવે છે કે નહીં તે એક મોટો સવાલ છે. જો કે, સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનાવાય તો તેમને છ મહિનાનું એક્સટેન્શન પણ આપી શકાય તેવી સંભાવનાઓ રહેલી છે. આ પણ વાંચોઃ બસ માત્ર એક મેસેજથી કરો CM ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ

અનેક નામ ડીજીપીની રેસમાં

સંજય શ્રીવાસ્તવ પછી અધિકારી અતુલ કરવાનાનું નામ ચર્ચાઈ રહ્યુ છે. 1988 બેચના અતુલ કરવાના હાલ કેન્દ્ર સરકારના ડેફિટેશન ઉપર છે અને એને એનડીઆરએફના ડીજીપી તરીકે કામગીરી કરે છે. તેથી 2023માં ફરીથી ગુજરાતમાં લાવવામાં આવે કે કેમ તે જોવું રહ્યું. કરવાલ પછી 1989ની બેચના IPS અધિકારી છે વિવેક શ્રીવાસ્તવ. વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમ આ અધિકારીઓ પણ રેસમાં રહેશે.

આઇએસ અધિકારીઓને પ્રમોશન મળશે

જુલાઈ 2025 સુધી આઇપીએસ સર્વિસમાં રહેનાર વિવેક શ્રીવાસ્તવ હાલ દિલ્હીમાં આઇબીના એડિશનલ ડાયરેક્ટર છે અને ડેપ્યુટેશન ઉપર છે. આ સંજોગોમાં પોલીસ ટ્રેનિંગના ડીજે વિકાસ સહાય 2025ના જુલાઈ મહિનામાં નિવૃત્ત થાય છે અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ 2024ના ફેબ્રુઆરી માસમાં થાય છે. આ નામો પણ હાલ ચર્ચામાં ચાલી રહેલા છે. CIDમાં કાર્યરત અને પ્રથમનું નામ પણ ચર્ચામાં છે. જો કે, તેઓ વર્ષ 2023ના અંત ભાગમાં નિવૃત થશે. આ સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવા, અજય તોમર અને વિકાસ સહાયમાંથી પસંદગી થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહેલી છે, તો સાથે જ ગુજરાતના આઈએસ અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવશે.

મહાનગરના કમિશનર બદલાય તેવી શક્યતા

એડીજી લેવલના અધિકારીઓને બીજીના પ્રમોશન આપવામાં આવશે. આ જ રીતે આઇપીએસ અધિકારીઓના જે ન્યૂ પ્રમોશન બાકી રહેલા છે તેમને આ વખતે આપવામાં આવશે. સરકારના ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 1995 સુધીની બેચના આઈપીએસ અધિકારીઓને બીજી રેન્ક સુધીના પ્રમોશન આપે તેવી શક્યતાઓ છે. આ સાથે જ પોલીસ વડાની નિમણૂકની સાથે સાથે રાજ્યના મહાનગરોના કમિશનરમાં પણ બદલાવ જોવા મળે તેવી શક્યતા છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: DGP, DGP Ashish Bhatia, DGP gujarat