Monday, January 16, 2023

સરથાણાની આશાદીપ સ્કૂલ બસના ડ્રાઈવરે જ કંડક્ટરને મોતને ઘાટ ઉતાર્યો, રાત્રે મોડો આવતો હોવાથી ઝઘડો કર્યા બાદ હત્યા કરી હતી | The driver of Ashadeep school bus in Sarthana killed the conductor himself, killing him after an argument because he was coming late at night.

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/screenshot2023-01-16-21-47-17-006012fa4d4ddec268fc_1673886023.jpg

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Driver Of Ashadeep School Bus In Sarthana Killed The Conductor Himself, Killing Him After An Argument Because He Was Coming Late At Night.

સુરત17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આશાદીપ શાળાના બસ ડ્રાઈવરે કંડકટરની હત્યા કરી દેવાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી - Divya Bhaskar

આશાદીપ શાળાના બસ ડ્રાઈવરે કંડકટરની હત્યા કરી દેવાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી

સુરતના સીમાડા નાકા પાસે આવેલી આશાદીપ સ્કુલના પાર્કિંગમાં પતરાની રૂમમાં રહેતા સ્કુલ બસના ડ્રાઈવરે બસના કંડકટરની હત્યા કરી નાખી હતી.આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર બસ ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે.કંડકટર તરીકે કામ કરતો યુવક દરરોજ રાતે મોડો આવી રૂમનો દરવાજો જોરથી ખખડાવતો હોવાની સામાન્ય વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો હત્યા સુધી પરિણામ્યો હતો.

સ્કૂલના બસ ડ્રાઈવરએ કંડકટરની કરી હત્યા
સુરતના સીમાડા નાકા પાસે આશાદીપ સ્કુલ આવેલી છે. અહી સ્કુલના પાર્કિંગમાં પતરાની રૂમમાં સ્કુલ બસના ડ્રાઈવર તરીકે નોકરી કરતો સુહીલ સુબેદાર સિંગ અને કંડકટર તરીકે નોકરી કરતો કલ્પેશકુમાર રમેશચન્દ્ર ઉપાધ્યાય વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ડ્રાઈવરે રોષે ભરાઈ લોખંડના સળિયા વડે તેમજ ઢીક્કા પાટુથી માર મારી લોહી લુહાણ કરી દીધો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી ફરાર થઇ ગયો હતો.જ્યા સારવાર દરમ્યાન કંડકટરનું મોત નીપજ્યું હતું.

પોલીસે હત્યા કરનાર બસ ડ્રાઇવરની ધરપકડ કરી
સ્કૂલના બસના કંડકટરની હત્યા થઈ હોવાની જાણ સરથાણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતક કંડકટરના ભાઈ પ્રતિક ઉપાધ્યાયે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરી રહેલી સરથાણા પોલીસે હત્યા કરનાર ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

કંડકટર રોજ રાતે મોડો આવતા હત્યા કરી નાખી
પોલીસ તપાસમાં ડ્રાઈવર અને કંડકટર એક જ રૂમમાં રહેતા હતા અને ડ્રાઈવર દરરોજ રાતે મોડો આવતો હોય અને દરવાજો જોરથી ખખડાવતો હોવાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં રોષે ભરાઈ ડ્રાઈવરે કંડકટરની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: