Due To The New Education Policy, 40,000 Children May Fail In One Year, The School Management Board Has Made This Demand.

New Education, Policy:નવી શિક્ષણનીતિ મુજબ પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે 1 જૂને 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. આ નિયમના કારણે 40 હજારથી વઘુ બાળકોનું એક વર્ષ વ્યર્થ જતાં વય મર્યાદામાં થોડી છૂટછાટની માંગણી કરાઇ છે.

આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં પ્રવેશ માટે જે બાળકને 1 જુને 6 વર્ષ પૂર્ણ થતાં હોવા જોઇએ. જેના 6 વર્ષ પૂર્ણ નહિ થતાં હોય તેવા બાળકોને પ્રવેશ મળતો નથી.  જ્યારે માત્ર થોડા મહિના કે દિવસોનો  જ ફરક હોય તેવા બાળકો પણ આ નિયમના કારણે પ્રવેશથી વંચિત રહી જશે, જેથી  તેમનું વર્ષ વ્યર્થ ન જાય માટે વયમર્યાદામાં છૂટછાટ કરવા માટે માંગણી ઉઠી છે.

નવી શિક્ષણ નિતી મુજબ પ્રવેશ માટે 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા હોવા જરુરી છે. જો કે આ મામલે ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છુટછાટ આપવા માંગ ઉઠી છે. રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને બાળકોને પ્રવેશ માટે ગ્રેસ પિરિયડ આપવા માગણી કરી છે.

40 હજારથી વધુ બાળકોનું બગડશે 1 વર્ષ

live reels News Reels

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023-24નું શૈક્ષણિક સત્ર આગામી જુન માસથી શરુ થશે. ત્યારે નવી શિક્ષિણ નિતી મુજબ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકના  1 જુન સુધી 6 વર્ષ પૂર્ણ હોવા જરુરી છે. પરંતુ આ મામલે સરકાર વયમર્યાદામાં છૂટ નહિ આપે તો અંદાજિત 40 હજારથી વધુ બાળકોનું વર્ષ બગડી શકે છે. શાળા સંચાલક મહા મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આવા બાળકો કે જેના 1 જૂને 6 વર્ષ પૂર્ણ નથી થતાં તેને ગ્રેસ પિરિયડ આપવા માગણી કરી છે.  જેમાં 14 જુન સુધી જન્મેલા બાળકોને સાશનાધિકારીની પરમિશનથી ધોરણ 1 માં પ્રવેશ આપવા રજૂઆત કરી છે.  

GPSC Exam: વર્ગ-1 અને 2ની પરીક્ષા, કુલ 102 જગ્યા માટે 1 લાખ ,61 હજાર ઉમેદવારો આપી રહ્યાં છે કસોટી

ગાંધીનગર: આજે GPSCની વર્ગ એક અને બે ની પરીક્ષા યોજાઇ રહી છે. 102 જગ્યા માટે રાજ્યભરમાંથી એક લાખ 60 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે.  પરીક્ષા કેન્દ્ર પર સધન વ્યવસ્થા કરાઇ છે.  કોરોનાની સ્થિતિને ઘ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરાઇ છે.

જીપીએસસીની પરીક્ષા રાજ્યની 102 ખાલી જગ્યા માટે યોજાઇ રહી છે. જેમાં 1 લાખ 61 હજાર વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે. પરીક્ષાના 2 પેપર હશે. આ પરીક્ષા ગુજરાતના 21 જિલ્લાના 633 સેન્ટર પર યોજાઇ રહી  છે.

Aeroplane Autopilot Mode: જો પ્લેન ઉડાડતી વખતે પાઈલટ ઊંઘી જાય તો, શું ઉડશે વિમાન ?

Aeroplane Autopilot Mode: આજકાલ એરક્રાફ્ટ (વિમાન) ઓટોપાયલટની ટેકનોલોજીથી સજ્જ છે. પાઇલોટ્સ આકાશમાં પહોંચ્યા પછી ઓટોપાયલોટ મોડ ચાલુ કરી દેતો હોઈ છે. આવો જાણીએ કે તે કેવી રીતે કામ કરે છે.

Airplane facts: વિમાનને પરિવહનનું સૌથી ઝડપી માધ્યમ ગણવામાં આવે છે. વિમાનમાં બેસતા મુસાફરોની જવાબદારી પાઇલટની છે. કલ્પના કરો કે વિમાન ઉડાડ્યા પછી પાઈલટ ઊંઘી જાય તો શું થશે? આવી જ એક ઘટના  ઈથિયોપિયન રાજધાની અદીસ અબાબામાં જોવા મળી. જ્યારે ઈથિયોપિયન એરલાઈન્સના વિમાનના પાઈલટ 37000 ફૂટની ઉંચાઈ પર ઊંઘી ગયા હતા. પાઇલોટ એટલી ઊંડી ઊંઘમાં હતા કે તેમણે એર ટ્રાફિક કંટ્રોલ તરફથી મળેલી ચેતવણીને અવગણી હતી. જેના કારણે પ્લેન લેન્ડિંગમાં 25 મિનિટ મોડી પડી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જ્યારે પ્લેનનો પાયલોટ ઊંઘી જાય છે, તો તે ઓટો પાઇલટ પર કેવી રીતે ઉડે છે?

ક્યારે કરશો ઓટોપાયલટ? 

આજકાલ વિમાનો ઓટોપાયલોટની ટેકનોલોજીથી સજ્જ છે. જો હવામાન ચોખ્ખું હોય અને કોઈ ખતરો ન હોય, તો ફ્લાઇટ ટેક-ઓફ પછી નક્કી કરેલી ઊંચાઈએ પહોંચ્યા પછી, પાઇલોટ ઓટોપાયલોટ સુવિધા ચાલુ કરે છે. આ પછી પાયલોટે માત્ર વિમાનની હિલચાલ પર નજર રાખવાની હોય છે, બાકીનું કામ ઓટોપાયલટ પોતે જ કરે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત થાકને કારણે, પાઇલોટ તેમની આંખો મીંચી દે છે અને જાણતા-અજાણતા ગાઢ નિંદ્રામાં સરી પડે છે.

એરપોર્ટ પાછળ રહી જાય તો?

જ્યારે ઓટોપાયલટ ચાલુ હોય, ત્યારે કોમ્પ્યુટર એરક્રાફ્ટને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોચવામાટે માર્ગદર્શન આપવા માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જ્યારે પ્લેન નિર્ધારિત એરપોર્ટની નજીક પહોંચે ત્યારે ઓટોપાયલટને ડિસ્કનેક્ટ કરવું પડે છે. તે ડિસકનેક્ટ થતાં જ એરક્રાફ્ટનું સંપૂર્ણ નિયંત્રણ પાઇલટના હાથમાં આવી જાય છે. જો પાયલોટ ઊંઘી ગયા હોય અને નિયુક્ત એરપોર્ટ પર પહોંચ્યા પછી ઓટોપાયલટ બંધ ન થાય, તો કોકપિટમાં જોરથી હૂટર વાગે છે. જે પાઈલટને જણાવે છે કે તમે તમારું લક્ષ્ય પાર કરી લીધું છે. આવી સ્થિતિમાં, હૂટરનો અવાજ સાંભળીને, પાઇલોટ્સ તરત જ એલર્ટ થઈ જાય છે અને નજીકના એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરવાનો પ્રયાસ કરે છે.

Previous Post Next Post