https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/1570b593-0529-483e-95dd-627825ad9e11_1673766739263.jpg
જામનગર8 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર શહેરમાં ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી 8 શખ્સોને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં રૂચિ પેટ્રોલપંપથી જકાતનાકા તરફ જતા રોડ પર SCM ફાઈવ સ્ટાર બ્રાસ નામના કારખાનામં કેટલાક શખ્સો તીન પત્તીનો જુગાર રમી હોવાની પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમી રહેલા 8 જુગારીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા 21,770 રોકડ રૂપિયા સહિતનો મુદ્દા માલ પકડી પાડ્યો હતો અને આઠ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આઠ શખ્સોમાં ગડુ આલમ તોહિદ અલી સૈયદ, મુસ્તકીમ સાદીકભાઈ શેખ, મોતીન સમીન શેખ, સઇમત બલીભાઈ શેખ, મહમદ જીઆઉલ નેમુદ્દીન, ઉમરરાઈ યસીમ રાઈ, કાદિર મોસીન અંસારી, સાજીકુલ નવરોજ રાઈ સહિતના શખ્સો ઝડપાયા જેની પાસેથી પોલીસે રૂપિયા 21,770 નો રોકડ સહિત મુદ્દા માલ કબજે કર્યો અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.