first time Farmer gets high prices of red chilies up to 10 thousand in Jamnagar kcj – News18 Gujarati

Kishor chudasama, Jamnagar:  લાલ મરચાની ખેતીએ ખેડૂતોને જલસા કરાવ્યા છે હાલ પૂરતા ભાવ મળતા ખેડૂતોને ખુશીનો કોઈ પર નથી. તેવામાં આજે જામનગર ખાતે આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાના ઐતિહાસિક કહી શકાય તેટલા 10 હજાર સુધીના ભાવ બોલાયા હતા. જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.  મરચાની ગુણવતા સારી હોવાથી તેના ભાવ સારા મળી રહ્યા છે.

20 કિલો મરચાના ભાવ 10,000 રૂપિયા મળ્યા

જામનગર આસપારના ખેડૂતો મરચાની ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે લાલ મરચાના ઉત્પાદન પર અસર પડી હોવાથી આ વર્ષે મરચાના ભાવમાં વધારો થયો છે. હાલ લાલ મરચાં ખૂબ મોંઘા થયા છે. મહત્વનું છે કે જામનગર માર્કેટિંગ યાર્ડમાં સ્થાપનાથી લઈને અત્યાર સુધીના અલગ અલગ જણસીઓમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ ભાવના રેકોર્ડ ઉપર રેકોર્ડ તૂટતા જાય છે.

જેમાં આજે મરચા ત્રણ ભારી લઈ ખેડૂત આવ્યા હતા તેના 20 કિલો મરચાના ભાવ 10,000 રૂપિયા મળ્યા હતા જે અગાઉ ક્યારેય ન મળ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.

66 ખેડૂતો લાલના વેચાણ અર્થે આવ્યા

આજે હાપા માર્કેટ યાર્ડમાં કુલ 66 ખેડૂતો લાલ મરચાં લઈને આવ્યા હતા. જેને પગલે 747 મણ મરચા ઠલવાયા હતા. જેમાં ગોંડલ તાલુકાના ક્ળીથળ ગામનાં ખેડૂત કાળુભાઈ સાવલિયાના મરચા ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ હોવાથી સાદિક બ્રધર્સ નામની પેઢીએ 10 હજાર સુધીના ભાવ આપ્યા હતા.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, એપીએમસી, ખેડૂત, જામનગર

أحدث أقدم