ત્યાં જ હવે જૈન સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શત્રુંજય ગિરિરાજની તળેટીમાં નીચે એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલીસ ચોકી માટે પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓનો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે. જે મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં કોઇ પણ કાયદાકીય પ્રવૃત્તિ અને ગુનાઓને ડામવા માટે તૈયાર રહેશે.
ટાસ્ક ફોર્સની રચના
વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી ન થાય અને હંમેશા તે આસ્થા બની રહે તે માટે ગુજરાત સરકાર વર્ષોથી કામ કરી રહી છે અને આ સાથે જ ત્યાં સરકાર દ્વારા કડકમાં કડક વ્યવસ્થાઓ ગોઠવી આપવામાં આવશે. સાથે જ ત્યાં એક ટાસ્ક ફોર્સ ચિંતન કરીને ઝડપી પગલાઓ ભરશે.
આ પણ વાંચો: પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, પાઈલટની સૂઝબૂઝે 170 મુસાફરોનો જીવ બચાવ્યો
આ ટાસ્કફોર્સમાં ગુજરાત સરકારના એક સીનિયર અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ, મહેસુલ વિભાગના અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારી એટલે કે તમામ પ્રકારના અધિકારીઓ આ ટાસ્કફોર્સમાં હેશે તેવું ગૃહ રાજ્યમંત્રીએ જણવ્યું હતું.
જૈન પેઢીએ મંદિરનો કબજો લઇ લેતા વિવાદ શરૂ થયો હતો
આ મુદ્દે રવિવારે પાલિતાણા તળેટી ખાતે સમગ્ર દેશનૈ જૈન અગ્રણીઓ અને સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવાતા મંદિરના પુજારી અને તેના સાગરીતોએ આ સીસીટીવી તોડી પાડ્યા હતા. બીજી તરફ આણંદજી કલ્યાણજી પેડી ધ્વારા મંદિરનો કબજો લઇને પુજારી તથા ચોકીદાર નક્કી કરવામાં આવતા હિન્દુ સમુદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સરકારે બે ધારાસભ્યોને જઇને તપાસ કરવા માટે જણાવ્યું હતું. આ મામલાનો શાંતિથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ ગુજરાતના પોલીસ વડાને આ મામલે બારીક નજર રાખવા અને કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Palitana, જૈન સમાજ, હર્ષ સંઘવી